World

અમેરિકા ઈઝરાયલને આપશે સ્પાઇસ બોમ્બ, ભારતે સર્જિકલ સ્ટ્રાઇલ દરમિયાન કર્યો હતો ઉપયોગ

નવી દિલ્હી: ગાઝામાં (Gaza) હમાસ (Hamas) સાથે યુધ્ધ લડી રહેલા ઈઝરાયેલને (Israel) અમેરિકા (America) તરફથી મોટી મદદ મળી છે. યુએસના પ્રમુખ જો બિડેનના (Biden) વહીવટી તંત્રએ ઇઝરાયેલ સાથે 320 મિલિયન ડોલનના શસ્ત્રોની ડીલ વિશે માહિતી આપી છે. જેમાં અમેરિકા ઈઝરાયેલને સ્પાઇસ બોમ્બ પણ આપશે. આ સ્પાઇસ બોમ્બનો ઉપયોગ ભારતે સર્જિકલ સ્ટ્રાઇલ દરમિયાન કર્યો હતો.

મળેલ માહિતી મુજબ ગાઝામાં ચાલી રહેલા યુધ્ધ સમયે ઇઝરાયેલના મિત્ર અમેરિકા સાથે ઈઝરાયેલની ડીલ થઇ છે. જેની બિડેનના પ્રશાસને પુષ્ટિ કરી છે. ડીલમાં ઈઝરાયેલને સ્પાઇસ બોમ્બ સાથે મહત્વની ટેક્નોલોજીઓ પણ મળશે. ઇઝરાયલ સતત હમાસને ગાઝામાંથી બહાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે આ ડીલથી ઇઝરાયેલને મોટી મદદ મળી શકે છે.

જણાવી દઇયે કે ભારતીય સેનાએ બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન આ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. તે સમયે સ્પાઈસ બોમ્બ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હથિયાર બની ગયા હતા. હવે આ બોમ્બ ઇઝરાયલના ગાઝામાં હમાસ દ્વારા બનાવવામાં આવેલી સુરંગોના નેટવર્કને તોડવામાં ઇઝરાયેલને મદદ કરશે.

પ્રાપ્ત અહેવાલો મુજબ આ હથિયારોની ડીલ માત્ર સ્પાઈસ ફેમિલી ગ્લાઈડિંગ બોમ્બ એસેમ્બલીના સ્માર્ટ બોમ્બના ટ્રાન્સફર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બોમ્બ તેની ચોક્સાઈ માટે જાણીતો છે. બિડેન પ્રશાસને સ્પાઈસ ફેમિલી ગ્લાઈડિંગ બોમ્બ એસેમ્બલીના ટ્રાન્સફર વિશે માહિતી આપી છે. આ ડીલ હેઠળ રાફેલ, યુએસએ બોમ્બને ઈઝરાયેલની કંપની રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમને ટ્રાન્સફર કરશે. આ સોદામાં હથિયારોના ઉપયોગથી સંબંધિત માહિતી, પરીક્ષણ અને ટેક્નોલોજીનું આદાનપ્રદાન પણ સામેલ છે.

સ્પાઇસ બોમ્બ શું છે?
સ્પાઇસ બોમ્બ એ રાફેલ યુએસએ દ્વારા વિકસિત હવાથી જમીન શુધીનું શસ્ત્રો છે. રાફેલ યુએસએ એ ઇઝરાયેલના સૌથી અગ્રણી શસ્ત્ર ઉત્પાદકોમાંની એક અમેરિકન શાખા છે. આ બોમ્બ ગાઈડેડ હથિયારોની ગણતરીમાં આવે છે. જે અનગાઈડેડ બોમ્બની ચોક્સાઈ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ અસરકારક રીતે GPSને માર્ગદર્શિત શસ્ત્રોમાં ફેરવે છે. આ યુદ્ધ વિમાનો દ્વારા ચલાવવામાં આવતા ચોક્કસ પ્રકારનાં માર્ગદર્શિત શસ્ત્રો છે.

સ્પાઈસ બોમ્બ અદ્યતન માર્ગદર્શનની કીટનો ઉપયોગ કરે છે. જે GPS માર્ગદર્શન અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલને એકીકૃત કરે છે. આ વિશેષ તકનીક બોમ્બની ચોકસાઈ અને લક્ષ્ય સંલગ્ન ક્ષમતાઓને નોંધપાત્ર રીતે વધારે છે. જેના કારણે તેઓ લક્ષિત સ્થળો પર હુમલો કરવામાં અસરકારક બને છે અને સેનાનું કામ સરળ બનાવે છે.

Most Popular

To Top