Trending

‘પુતિન’ને હાર્ટ એટેક આવ્યો, તમામ પ્રયાસો છતાં પણ ડોક્ટરો ન બચાવી શક્યા તેમનો જીવ

મિનેસોટા: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે હાર્ટ એટેકના લીધે પુતિનના મોતના સમાચાર આવતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. તમે કંઈ બીજું સમજો તે પહેલાં જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સહીસલામત છે. ખરેખર અમેરિકાના એક પ્રાણીસંગ્રહાલયમાં પુતિન નામના વાઘનું મોત થયું છે.

અમેરિકાના (America) મિનેસોટા પ્રાણી સંગ્રહાલયમાં (Zoo) ‘પુતિન’ને હાર્ટ એટેક (Heart Attack) આવવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન ડૉક્ટરોએ (Doctor) તમામ પ્રયાસો કર્યા હોવા છતા ‘પુતિન’ને બચાવવામાં સફળ ન થઇ શક્યા. નવાઈ પામવા જેવું કંઇ નથી અમે વાત કરી રહ્યા છીએ પુતિન નામના 12 વર્ષના વાઘની. જે મિનેસોટા ઝૂમાં 2015થી રહેતો હતો. હાલ તબીબી તપાસ દરમિયાન પુતિનનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે મિનેસોટા ઝૂમાં તમામ પ્રાણીઓની નિયમિત રીતે તબીબી તપાસ કરવામાં આવે છે. આથી બુધવારે ડૉક્ટર પુતિન નામના વાઘની તબિયત તપાસી રહ્યા હતા, તે દરમિયાન પુતિન વાઘને હાર્ટ એટેક આવ્યો હતો. પશુચિકિત્સકો દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં વાઘને બચાવી શકાયો ન હતો.

  • તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી હતી
  • પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ શોકગ્રસ્ત
  • ચેક રિપબ્લિકમાં 2009માં જન્મેલો હતો

મિનેસોટા ઝૂના પ્રાણી સંભાળ અને સંરક્ષણના વડા ડો. ટેલર યાવે જણાવ્યું હતું કે દરેક પ્રાણીની તબીબી તપાસ કરવી એ નિયમિત પ્રક્રિયા છે, જે વાઘની સંભાળ અને સંરક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તપાસ દરમિયાન તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી હતી અને ટીમે વાઘને બચાવવા માટે તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. પરંતુ તેને બચાવી શક્યા નહીં.

મિનેસોટા ઝૂના નિયામક જ્હોન ફ્રાઉલીએ શોક વ્યક્ત કરતા સ્ટાફને કહ્યું કે મિનેસોટા ઝૂમાં બધા માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ છે. વાઘના મૃત્યુથી ખૂબ જ આઘાત લાગ્યો છે. અહીં કામ કરતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ શોકમાં ગરકાવ છે. પુતિન વાઘના મૃત્યુ પછી, આ પ્રાણી સંગ્રહાલય હવે સુંદરી નામની પુખ્ત માદા વાઘનું ઘર છે. તેમણે વધુમાં કહ્યું કે આપણા પ્રાણી સંગ્રહાલયે વૈશ્વિક સ્તરે વાઘના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓએ વાઘ સંરક્ષણ અભિયાન માટે લાખો ડોલર એકઠા કર્યા છે. મિનેસોટા પ્રાણીસંગ્રહાલયમાં 40 વર્ષથી વધુ સમયથી વાઘ સંરક્ષણ કાર્ય ચાલી રહ્યું છે.

ફ્રાઉલીએ કહ્યું કે 2015માં મિનેસોટા ઝૂમાં આવેલા ‘પુતિન’નો જન્મ 2009માં ચેક રિપબ્લિકમાં થયો હતો. એપલ વેલી ઝૂમાં આવતા પહેલા તે 6 વર્ષ સુધી ડેનિશ ઝૂમાં રહ્યો હતો. મિનેસોટા ઝૂમાં 2017માં પુતિન વાઘના પરિવારમાં નોંધપાત્ર વધારો થયો હતો. કારણ કે આ વર્ષે અનેક બચ્ચાંનો જન્મ થયો હતો.

Most Popular

To Top