Business

આલિયા ‘અલાયા’ બની નામ કાઢશે

અલાયા ફર્નિચરવાલા ફર્નિચર વેચવાનું કામ નથી કરતી. પૂજા બેદીની દિકરી છે અને કબીર બેદી તેના નાના છે એટલે એકટિંગ જ કરે. ગયા વર્ષે જ સૈફ અલી ખાનની દિકરી તરીકે ‘જવાની જાનેમન’માં તેણે સરસ ભૂમિકા ભજવી હતી. પૂજા બેદી મુખ્ય અભિનેત્રી તરીકે સફળ નહોતી ગઇ તેનું એક કારણ કદાચ કોન્ડોમની જાહેરાતમાં આવી હતી તેણે ફ્રેશ શરૂઆત કરી છે. તે દેખાય પણ છે નિર્દોષ અને રૂપાળી. ફિલ્મોમાં પ્રવેશવા પહેલાં ન્યુયોર્કની ફિલ્મ એકેડેમીમાં જઇ એકટિંગમાં ડિપ્લોમા મેળવી આવી છે.

‘જવાની જાને મન’ તેના માટે એક સારી શરૂઆત હતી. તે એકદમ મનોરંજક પ્રકારની ફિલ્મ નહોતી. વિષય જૂદો હતો અને તેથી જ વધારે ઇન્ટ્રેસ્ટિંગ લાગી હતી. આવતે મહિને 28મી નવેમ્બરે 24 વર્ષની થશે. આ દરમ્યાન તે બે ફિલ્મો સાથે આવવા તૈયાર છે. ‘ફેડી’ અને ‘યુ ટર્ન’ નામની તેની બંને ફિલ્મો હવે આવતા વર્ષે જ રજૂ થવાની છે. ‘ફ્રેડી’માં તે કાર્તિક આર્યન સાથે આવી રહી છે એટલે એક ફ્રેશ જોડી મળશે. પહેલી ફિલ્મમાં તો વધારે રોમેન્ટિક થવા નહોતું મળેલું પણ કાર્તિક સાથે આ ફિલ્મમાં તે રોમેન્ટિક દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ પુરું થઇ ગયું છે અને તેની પાર્ટી પણ યોજાઇ ગઇ છે.

બાલાજી મોશન પિકચર્સની એટલે કે એકતા કપૂરની આ ફિલ્મ છે અને શાહશંકા ઘોષ તેનાં દિગ્દર્શક છે. અલાયાએ પોતાના નામ અને અટક વિશે કોઇ ગૂંચ ન ઊભી થાય એટલે અલાયા છે અને ફર્નીચરવાલા જેવી બોરીંગ અટકને હટાવીને માત્ર ‘એફ’ કર્યું છે. તેની ‘યુ ટર્ન’ નામની ફિલ્મ મૂળ કન્નડ ફિલ્મની રિમેક છે. મૂળમાં સામંથા હતી. આ ફિલ્મ પણ એકતા કપૂર જ બનાવી રહી છે અને આરીફ ખાનનું દિગ્દર્શન છે. આ ફિલ્મ તમિલ, તેલુગુમાં પણ સમાંતરે બની છે તેનો અર્થ એજ કે વિષયની બાબતે તે એક સારી ફિલ્મ છે. ત્યાં તો બ્લોકબસ્ટર બની જ ચુકી છે.

અલાયા પણ રાહ જોઇ રહી છે કે ફિલ્મ જલ્દી રજૂ થાય. જો હિન્દીમાં પણ સફળ જશે તો અલાયા માટે એકદમ ફાયદાકારક બની જશે. આ ફિલ્મ એક થ્રીલર છે ને અલાયા તેમાં પત્રકાર બની છે. આ ફિલ્મ છઠ્ઠી જુલાઇથી ફલોટ પર ગઇ છે એટલે ઘણું શૂટિંગ પૂરું થઇ ચુકયું છે. 2022ને અલાયા પોતાની ખરી શરૂઆત તરીકે જુએ છે. તે એક મ્યુઝિક વિડીયોમાં આવી ચુકી છે ને બીજી ફિલ્મો માટે પણ વાત ચાલી રહી છે. તે તેની આ બંને ફિલ્મો રજૂ થાય પછી આગળનું વિચારવા માંગે છે. તેની મમ્મી પૂજા બેદીની પણ એ જ સલાહ છે. તે આવતા વર્ષને પોતાના માટે ખાસ બનાવવા માંગે છે.

Most Popular

To Top