Gujarat

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ‘પરાભક્તિ દિન’ ની ભવ્ય ઉજવણી થશે

અમદાવાદ: “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, BAPS સંસ્થા જે ઉદાત્ત મૂલ્યોની પ્રતિષ્ઠા માટે કાર્યરત છે. અને આ મુલ્યોને વધુ મજબુત બનાવે છે. સમગ્ર માનવ જાત પર આધ્યાત્મિક પ્રકાશ પાથરવામાં અને વિશ્વમાં (World) માંગલ્ય પ્રસરાવવા બદલ પ્રમુખસ્વામી મહરાજના આપણે ઋણી છીએ. તેવો સુર પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધારેલા રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. આજે મહોત્સવના દ્વિતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓએ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના વિશિષ્ટ ‘સંસ્કૃતિ દિન કાર્યક્રમમાં સામિલ થયા હતા.

૧૦,૦૦૦ વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિના જ્ઞાન, મૂલ્ય, અધ્યાત્મ વારસાની ભાગીરથીને સમગ્ર વિશ્વમાં પ્રવાહિત કરનાર પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિની ચેતનાને જનમાનસમાં જગાડવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું. સંસ્કૃતિના આધારસ્તંભો એવાં – શાસ્ત્ર, મંદિર અને સંત – ત્રણેયને પોષણ આપી ભારતીય સંસ્કૃતિને નવપલ્લવિત કરી. યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજના સંસ્કૃતિરક્ષાના વિવિધ પાસાંઓને આજની વિશિષ્ટ સભામાં આવરી લેવામાં આવ્યાં હતાં.

આજના કાર્યક્રમમાં જમ્મુ અને કશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહા, એલિકોન કંપનીના ચેરમેન અને મનેજિંગ ડિરેક્ટર પ્રયાસવીન પટેલ, ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના સિક્યુરિટી ડિરેક્ટર ભરતભાઈ જોશી, લીંબડીના ઠાકોર સાહેબ જયદીપસિંહ છત્રસાલસિંહ, માધવાણી ગ્રૂપના ડિરેક્ટર શ્રાઇ માધવાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન હિતેશભાઈ બારોટ, ગિરીશ દત્તાત્રેય, અને UK થી ચાર્લ્સ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ પ્રતીક પટવારીએ જણાવ્યું હતું, “દર ૧૫ દિવસે પ્રમુખસ્વામી મહારાજે એક ઇન્સ્ટિટ્યટનું સર્જન કર્યું ! કલ્પના કરો કે ભૂમિ સંપાદનથી લઈને લોકાર્પણ સુધીની સરેરાશ સમયમર્યાદા માત્ર ૧૫ દિવસ! પ્રમુખસ્વામી મહારાજના જીવનના આંખે ઉડીને વળગે તેવા સદ્ગુણો હતા. પ્રેમ, માનવતા, સંવાદિતા, શાંતિ, સેવા અને ભગવાનમાં શ્રદ્ધા. BAPS સંસ્થા અને આ મહોત્સવ માટે સમગ્ર વિશ્વમાં અનહદ આદર અને આકર્ષણ છે. ભૂકંપ હોય કે મહામારી, BAPS સંસ્થા સમાજની પડખે ઊભી રહી. દવાઓ હોય કે ભોજન, ઑક્સીજન સિલિન્ડર હોય કે મેડિકલ ટ્રાન્સપોટેશન, BAPS સંસ્થાએ સેવામાં મોખરે રહી સમાજને રાહત પહોંચાડી.

યુક્રેન – રશિયા યુદ્ધ વખતે પ્રધાનમંત્રીએ બ્રહ્મવિહારી સ્વામીને કોલ કર્યો અને માત્ર ૪૮ કલાકમાં સ્વયંસેવકો સેવામાં હાજર થઈ ગયા. સરકારને પણ BAPS સંસ્થા પર કેટલો વિશ્વાસ છે તે આ પ્રસંગ દર્શાવે છે. આપણાં વિદ્યાર્થીઓના ભોજન માટે સ્વયંસેવકોએ પહોંચીને ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરી દીધો. આવી આયોજન ક્ષમતા ભાગ્યે જ જોવા મળે છે.” આવતીકાલે ૧૭ ડિસેમ્બર, શનિવારે હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘પરાભક્તિ દિન’ ની ભવ્ય ઉજવણી થશે, જેમાં પ્રમુખસ્વામી મહારાજના ભગવાન પ્રત્યેના અનન્ય ભક્તિભાવ, નિતાંત દાસભાવનાં દર્શન કરાવતાં હ્રદયસ્પર્શી જીવનપ્રસંગો નું વિશિષ્ટ પ્રવચનો અને પ્રસ્તુતિઓ દ્વારા નિદર્શન થશે.

Most Popular

To Top