Gujarat

અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર, 51 પોલાસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના પોલીસ કમિશનર (Police commissioner) તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જી. એસ. મલિકે આજે શહેર પોલીસ તંત્રમાં 51 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની (Police inspector) સામૂહિક બદલી (Transfer) કરીને ધરખમ ફેરફાર કર્યા છે.

  • રખિયાલના જે. એચ. સિંધવને ક્રાઈમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા

અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા જ પોલીસ દ્વારા વેપારી પાસેથી તોડ કરવામાં આવ્યો હોવાનો મામલો ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે. આ મામલાને હાઇકોર્ટે પણ અતિ ગંભીર ગણાવ્યો છે. બીજી તરફ શહેરના પોલીસ કમિશનરે પણ શહેર પોલીસ તંત્રમાં આંતરિક બદલીઓ કરીને ધરખમ ફેરફાર કરતાં શહેર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના 51 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. જેમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 25 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરને એજન્સી તથા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સોલાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. અગ્રાવતને કે- ટ્રાફિક શાખામાં, ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકના જે.વી. જાડેજાને ચાંદખેડામાં, એલિસબ્રિજના બી.જી. ચેતરીયાને એફ ટ્રાફિક શાખામાં, સરખેજના વી.જે. ચાવડાને એએચટીયુમાં, ઇસનપુરના ડી.ડી. ગોહિલને વિશેષ શાખામાં, આઈ ટ્રાફિક શાખાના વી.જે. ફર્નાન્ડીસને કંટ્રોલરૂમમાં, બાપુનગરના એસ.એન. પટેલને જે ટ્રાફિક શાખામાં, રખિયાલના જે. એચ. સિંધવને ક્રાઈમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. તેવી જ રીતે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા જે.પી. જાડેજાને સીપી રીડર તરીકે મૂકવામાં આવ્યા છે.

અમદાવાદના સોલામાં દંપતીનો 60 હજારનો તોડ કરનારા ત્રણ પોલીસકર્મીની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના સોલા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ (Night P દરમિયાન એક દંપતિ પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કરનાર ટ્રાફિક શાખાના બે પોલીસકર્મી અને એક ટીઆરબી જવાન સહિત ત્રણની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોલા પોલીસે તોડ કરનાર ‘એ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસકર્મી એએસઆઈ મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક પટેલ અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરી છે.

પોલીસવાન અને ટેક્સીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. રકઝકના અંતે 60 હજાર રૂપિયા નક્કી થતાં નજીકના એટીએમમાંથી 40 હજાર રૂપિયા કાઢવામાં આવ્યા હતાં તેમજ 20,000 રૂપિયા ટેક્સી ડ્રાઇવરના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા બાદ તેની પાસેથી 20,000 એટીએમમાંથી ઉપાડી લીધા હતા. આમ 60,000નો તોડ કર્યો હતો. આ મામલે બે પોલીસે કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક વિગતમાં 60 હજારના તોડમાં 25- 25 હજાર રૂપિયા બે પોલીસકર્મીઓએ અને 10,000 રૂપિયા ટીઆરબી જવાન લીધા હોવાનું બહાર આવ્યું હતું.

Most Popular

To Top