Gujarat

અમદાવાદના મોલમાં બજરંગ દળના લોકોએ તોડફોડ કરી, ફિલ્મ પઠાનને રીલિઝ ન કરવાની ચેતવણી આપી

અમદાવાદ: શાહરુખ ખાનની ફિલ્મ પઠાનને (Pathan) લઈને વિવાદો ચાલી રહ્યાં છે જે અટકવાનું નામ નથી લેતાં. બુધવારના રોજ અમદાવાદના (Ahmedabad) અલ્ફાવન મોલમાં બજરંગ દળના લોકોએ હંગામો કર્યો છે. મોલમાં તેઓએ શાહરુખ ખાનના પોસ્ટરને (Poster) ફાડી નાંખ્યા છે તેમજ મોલની અંદર પણ તોડફોડ કરી છે. મોલની અંદર હંગામો મચાવી રહેલા બજરંદ દળના કાર્યકર્તાઓ શાહરુખ તેમજ દીપિકાની આ આગામી ફિલ્મ કે જે 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થવા જઈ રહી છે તેની સામે ગુસ્સો વ્યકત કરી રહ્યાં છે. આ સાથે બજરંગ દળના કાર્યકર્તાઓએ પઠાન ફિલ્મ રીલિઝ ન કરવા માટે ચેતવણી આપી છે. મોલમાં હાજર લોકો આ હંગામો જોઈને દંગ રહી ગયા હતાં.

જણાવી દઈએ રે 12 ડિસેમ્બરના રોજ ફિલ્મ પઠાનનું બેશર્મ ગીત રીલિઝ થયું હતું. આ ગીતમાં દીપિકાએ જે ભગવા રંગની બિકિની પહેરી હતી તેને લઈને વિવાદ છેડાયો હતો. ઘણાં લોકોનું કહેવું છે કે ભગવો રંગ આસ્થાનું પ્રતિક છે, દીપિકાએ આસ્થાનું અપમાન કર્યું છે. જણાવી દઈએ કે હાલ સેંસર બોર્ડે ફિલ્મ પઠાનમાં બદલાવ કરવા અંગેના આદેશ આપ્યા છે.

રિલીઝ પહેલા જ ‘પઠાણ’ના OTT રાઈટ્સ કરોડોમાં વેચાઈ ચૂક્યા છે. તે ટૂંક સમયમાં OTT પર રિલીઝ થશે. મળતી માહિતી મુજબ ‘પઠાણ’ના ઓટીટી રાઈટ્સ એમેઝોન પ્રાઇમ વીડિયોને વેચવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. હાલમાં ફિલ્મની OTT રિલીઝને લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ જો સૂત્રોની માનવામાં આવે તો તેના ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો ગ્લોબલ OTT Amazon Prime Video દ્વારા શનિવારે રૂ. 100 કરોડમાં અનામત રાખવામાં આવ્યા છે.

SRKના ચાહકો સિલ્વર સ્ક્રીન પર કિંગ ખાનના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પઠાણ 250 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ છે. હવે જોવાનું એ રહેશે કે બેશરમ રંગના વિવાદથી પઠાણને કેટલો ફાયદો થાય છે. એટલું જ નહીં વિરોધ કરનારાઓને કારણે આ ફિલ્મની રિલીઝ પર કેટલી અસર થશે તે પણ જોવું રહ્યું.

Most Popular

To Top