Gujarat Election - 2022

સતત બીજા દિવસે અમદાવાદમાં 10 કિ.મી.થી વધુ લાંબો પીએમ મોદીનો રોડ શો

ગાંધીનગર: સતત બીજા દિવસે પીએમ (PM) નરેન્દ્ર મોદીએ લોકો સાથે સીધા કનેક્ટ થવાની રણનીતિના ભાગરૂપે અમદાવાદમાં (Ahmedabad) શાહીબાગથી સરસપુર સુધીનો 10 કિ.મી. કરતાં વધુ લાંબો મેગા રોડ શો (Road Show) યોજ્યો હતો, જેમાં પીએમ મોદીની એક ઝલક જોવા માટે લોકો બપોરના 3 વાગ્યાથી સમગ્ર રોડ શોના રૂટ પર ઊમટી પડ્યા હતા. શુક્રવારે રોડ શો દરમિયાન પીએમ મોદીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે પહોચીને ભદ્રકાળી માતાજીની પૂજા-અર્ચના પણ કરી હતી. પીએમ મોદીએ શિશ ઝુકાવીને માતાજીનાં આશીર્વાદ લીધાં હતાં. શુક્રવારે સવારે કાંકરેજ ખાતે પીએમ મોદીએ ઓગડનાથજીની ગાદીનાં દર્શન કર્યાં હતાં.

  • નગરદેવી ભદ્રકાળી માતાજી સમક્ષ શિશ નમાવી પૂજા કરી
  • લોકો સાથે સીધા કનેક્ટ થવાની રણનીતિ અપનાવતા પીએમ મોદી

અમદાવાદમાં શાહીબાગથી સરસપુર સુધીના રોડ શો દરમિયાન પીએમ મોદીએ કારની અંદર બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડની બંને તરફ લોકોએ પીએમ મોદી ઉપર ગુલાબની પાંખડીઓ પણ વરસાવીને મોદી…મોદી…ના નારા પણ લગાવ્યા હતા. હજુ ગઈકાલે પીએમ મોદીએ અમદાવાદમાં નરોડાથી ચાંદખેડા સુધીનો 32 કિ.મી. કરતાં પણ લાંબો રોડ શો યોજ્યો હતો. શાહીબાગથી દિલ્હી દરવાજા થઈને ખાનપુરના લકી રેસ્ટોરાંથી શરૂ કરીને વાયા વીજળીઘર ચાર રસ્તા, ભદ્રકાળી મંદિર, આઈપી મિશન ચાર રસ્તા ખમાસા, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, આસ્ટોડિયા(ઢાળની પોળ), રાયપુર દરવાજા, કાપડીવાડ થઈને સારંગપુર (બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ) ખાતે પૂર્ણ થશે. અમદાવાદ સિટીની 16 બેઠક પર ભાજપ માટે મતો આકર્ષવા આ રણનીતિ અપનાવાઈ છે.

કોંગ્રેસ માટે પરિવાર પહેલા, જયારે ભાજપ માટે દેશ પહેલા આવે છે: અમદાવાદમાં મોદી
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં શાહીબાગથી સરસપુર સુધીનો 10 કિમી કરતાં લાબો રોડ શો યોજયો હતો. જયારે રાત્રે સરસપુર ખાતે વિજય સંકલ્પ સંમેલનને સંબોધન કરતા પીએમ મોદીએ કહયું હતું કે પહેલા ચરણનું મતદાન પુરુ થયું છે જે લોકો ઉછળી-ઉછળી બોલતા હતા તે ગઇકાલ સાંજથી ચુપ છે. તે લોકો સમજી ગયા છે કે ગુજરાતમાં આપણો મેળ પડે તેમ નથી. પહેલા ચરણના મતદાનથી નક્કી થઇ ગયું છે કે ભાજપ અભુતપુર્વ વિજય પ્રાપ્ત કરે છે આ હું નહી કોંગ્રેસ પાર્ટી પણ કહે છે. બે દિવસથી કોંગ્રેસના નેતાઓના નિવેદન વાંચો તો સતત ઇવીએમને ગાળો આપે છે. કોંગ્રેસ જ્યારે ઇવીએમને ગાળો આપવાનું શરૂ કરે એટલે સમજી લેવાનું કે તેમને હાર સ્વીકારી લીધી અને કોંગ્રેસનો ખેલ ગુજરાતની જનતાએ પહેલા ચરણમાંજ પુરો કરી દીધો છે.

Most Popular

To Top