SURAT

ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ટાર ખેલાડીને ગિફ્ટ આપવા સુરતી ચાહકે 1.04 કેરેટના અસલી હીરામાંથી બેટ તૈયાર કરાવ્યું

સુરત: સુરતનાં (Surat) કેટલાક બિલ્ડરો, જમીન ડેવલોપર, ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ભારતીય ક્રિકેટનાં (Indian Cricket) ઘણા ખેલાડીઓ સાથે મિત્રતાભર્યા સંબંધો ધરાવે છે. સુરતનાં એક ડેવલોપરે સચિન તેંડુલકરની (SachinTendulkar) ફેરારી (Ferari) કાર ખરીદી હતી. આવી જ દિવાનગીને ઉજાગર કરતો વધુ કિસ્સો સામે આવ્યો છે.

  • સુરતી ચાહકે શહેરની જાણીતી ડાયમંડ મેન્યુફેક્ચર્સ કંપનીને ઓર્ડર આપી 1.04 કેરેટના અસલી હીરામાંથી લાખેણું બેટ તૈયાર કરાવ્યું
  • અસલ હીરાને બેટનું સ્વરૂપ લેક્સસ-ટેક્નોમિસ્ટ કંપનીએ આપ્યું છે
  • 1.04-કેરેટ કુદરતી હીરા સાથે જડિત વિશ્વનું આ પ્રથમ ક્રિકેટ બેટ છે

ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ટાર ખેલાડીને ગિફ્ટ આપવા એના સુરતી ચાહકે શહેરની જાણીતી ડાયમંડ મેન્યુફેક્ચર્સ કંપનીને ઓર્ડર આપી 1.04 કેરેટના અસલી હીરામાંથી લાખેણું બેટ તૈયાર કરાવ્યું છે. સિંગલ નેચરલ ડાયમંડમાંથી ક્રિકેટ બેટ બન્યું છે. સિંગલ રફ ડાયમંડમાંથી આ બેટ તૈયાર કરવામાં આવ્યું છે.

હીરો અસલી છે, એ પ્રસ્થાપિત કરવા અસલી હીરાની સ્કિન લેયર (રફનું પડ-ફર્સ્ટ લેયર) જાળવી રાખવામાં આવી છે. ‘નેચરલ સ્કિન’ એ હીરાની અધિકૃતતાના પુરાવાનો ઉલ્લેખ કરે છે, જે રફ ડાયમંડ સ્ટેજથી અંતિમ પોલિશ્ડ સ્વરૂપ સુધીની તેની સફરને ટ્રેસ કરે છે. બૅટના હેન્ડલ અને ફ્રન્ટ પર હીરાની મૂળ ત્વચાનો એક ભાગ અકબંધ રાખીને, કંપનીએ સામાન્ય માણસ માટે કુદરતી અને કૃત્રિમ હીરા વચ્ચે તફાવત કરવા માટે એક મૂર્ત પદ્ધતિ પ્રદાન કરી છે. આ હીરો ભારતીય ક્રિકેટ ટીમનાં સફળ કેપ્ટન રહેલા લોકપ્રિય ક્રિકેટરને ભેંટ આપવામાં આવશે. જોકે ગિફ્ટ જે ઉદ્યોગકાર આપવાના છે, એમને કંપનીને નામ સરપ્રાઈઝ રાખવા સૂચના આપી છે.

અસલ હીરાને બેટનું સ્વરૂપ આપનાર લેક્સસ-ટેક્નોમિસ્ટનાં ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ પત્રકારોને કહ્યું હતું કે, “આ ક્રિકેટ બેટ, 1.04-કેરેટ કુદરતી હીરા સાથે જડિત વિશ્વનું પ્રથમ છે. અમે વિવિધ ખૂણાઓથી બેટને પોલિશ કર્યું છે, હીરો નેચરલ છે એ દર્શાવવા અમે વ્યૂહાત્મક વિસ્તારોમાં જાણીજોઈને હીરાની ચામડી જાળવી રાખી છે. હીરાની આ ત્વચા અધિકૃતતાના પુરાવા તરીકે કામ કરે છે અને ‘ડાયમંડ બેટ’ને અપ્રતિમ સર્જન તરીકે અલગ પાડે છે. આ હીરો અપ્રત્યક્ષ રીતે કુદરતી અસલ હીરાના ઐશ્વર્યને નિખારે છે, પ્રમોટ કરે છે.

Most Popular

To Top