Gujarat

મ્‍યુકરમાઈકોસીસ રોગ માટેના ‘AMPHONEX’ ઈન્‍જેકશનની અછત

કોરોનાના કપરા સમયમાં રાજ્‍યની પ્રજા પર પડતા પર પાટુ સમાન નવા મ્‍યુકરમાઈકોસિસ રોગે સમગ્ર રાજ્‍યમાં કાળો કેર વર્તાવ્‍યો છે. તેવામાં મ્‍યુકરમાઈકોસિસ માટે અસરકારક ઈન્‍જેકશન ‘AMPHONEX’ દર્દીને આપવા પડે છે, પરંતુ આ ઈન્‍જેકશનની સમગ્ર રાજ્‍યમાં ખૂબ જ અછત વર્તાઈ રહી છે. જો દર્દીઓને સમયસર આ ઈન્જેકશન નહી મળે તો, સંખ્યાબંધ દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ જશે. આથી તાત્કાલિક રાજ્‍યમાં ‘AMPHONEX’ ઈન્‍જેકશનનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ કરાવવા અને રોગને સત્‍વરે કાબુમાં લેવા માટે જરૂરી કાર્યવાહી કરવા કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીશ દોશીએ હિંમતસિંહ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર અંગે વધુમાં જણાવ્યું હતુ કે કોરોનાના કપરા સમયમાં રાજ્‍યની પ્રજા પર પડતા પર પાટુ સમાન નવા મ્‍યુકરમાઈકોસિસ રોગે સમગ્ર રાજ્‍યમાં કાળો કેર વર્તાવ્‍યો છે. અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં મ્‍યુકરમાઈકોસિસ માટે શરૂ કરવામાં આવેલો અલાયદો વોર્ડ દર્દીઓથી લગભગ ભરાઈ ગયો છે. આવા દર્દીઓ સિવિલ હોસ્‍પિટલના બદલે ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર લેવા મજબુર બન્‍યા છે. જે દર્દીને ડાયાબીટીસ હોય, કોરોનાની સારવારમાં સ્‍ટીરોઈડની જરૂર પડી હોય, પાંચ કે તેથી વધુ દિવસથી ઓક્‍સિજન પર રહેવું પડ્યું હોય તેમને આ રોગ થવાની શક્‍યતા વધુ હોય છે.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે મ્‍યુકરમાઈકોસિસ માટે અસરકારક ઈન્‍જેકશન ‘AMPHONEX’ દર્દીને આપવા પડે છે, પરંતુ આ ઈન્‍જેકશનની સમગ્ર રાજ્‍યમાં ખૂબ જ અછત વર્તાઈ રહી છે. આ ઈન્‍જેકશન બજારમાં નહીં મળતા હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્‍યા છે. આ ઈન્‍જેકશન નહીં મળવાના કારણે દર્દી ખૂબ જ ટૂંકા સમયગાળામાં મોતના મુખમાં ધકેલાઈ જાય છે. મ્‍યુકરમાઈકોસિસ રોગથી મૃત્‍યુનું પ્રમાણ વધુ હોય છે

ત્‍યારે રાજ્‍યના નાગરિકોનું જીવન બચાવવા માટે આ ઈન્‍જેકશન પૂરતા પ્રમાણમાં સહેલાઈથી મળી રહે તે અત્‍યંત જરૂરી બન્‍યું છે.
આથી, આ સ્થિતિની ગંભીરતાને ધ્‍યાને લઈ, રાજ્‍યના નાગરિકોના હિતમાં તાત્‍કાલિક નિર્ણય કરી, મ્‍યુકરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે સમગ્ર રાજ્‍યમાં ‘AMPHONEX’ ઈન્‍જેકશનનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ કરાવવા અને રોગને સત્‍વરે કાબુમાં લેવા માટે જરૂરી કાર્યવાહી કરાવવા વિનંતી છે.

Most Popular

To Top