Gujarat

રાજકોટમાં ધો. 10ના સ્ટુડન્ટને હાર્ટ એટેક આવ્યો, સારવાર મળે તે પહેલાં મૃત્યુ પામ્યો

રાજકોટ : છેલ્લાં ઘણા સમયથી નાની ઉંમરે હાર્ટ એટેક (heart attack) આવવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે આવો જ એક બનાવ રાજકોટમાં (Rajkot) જોવા મળ્યો છે. આજ રોજ રાજકોટની એક સ્કુલમાં ધો.10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકના લીધે મોત નિપજ્યું છે.

રાજકોટ-ગોંડલ રોડ (Rajkot-Gondal Road) પર આવેલી રીબડા (Ribada) નજીક આવેલી સ્વામિનારાયણ ગુરૂકૂળમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ચાલી રહી હતી. જે દરમિયાન આ ઘટના બની હતી. વિદ્યાર્થીના મોતથી પરિવારમાં દુ:ખના વાદળ છવાઈ ગયા હતા.

રાજકોટમાં આવેલી SVGP ગુરુકૂળમાં આજ રોજ ગુરૂપુર્ણિમા નિમિત્તે કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન દેવાંશ ભાયાણી નામનો વિદ્યાર્થી જે ધો.10 માં અભ્યાસ કરે છે. દેવાંશ ભાયાણી ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્ટેજ પર સ્પીચ આપી રહ્યો હતો. તે દેવાંશ સ્પીચ આપતા આપતા અચાનક જ સ્ટેજ પર બેભાન થઈ ગયો હતો. દેવાંશ સ્ટેજ પર બેભાન થતા આજુબાજુના લોકો તથા તેના શિક્ષકો દોડીને તેની પાસે આવ્યા હતા. જે પછી તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

દેવાંશ એકનો એક દિકરો હતો
મૃતક વિદ્યાર્થી દેવાંશ ભાયાણીના પિતા વીંટુભાઈ ધોરાજી ભૂમિ પોલિમર પાલસ્ટિખમાં પાઈપ બનાવવાનું કારખાનું છે. દેવાંશ તેમનો એકનો એક જ પુત્ર છે. એકના એક પુત્રને હાર્ટએટેક થી મોત થતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

દેવાંશને પહેલાથી જ હ્દયની બીમારી હોવાની આશંકા
દેવાંશને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમા લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે દેવાંશને અગાઉથી જ કોઈ હ્દયની બીમારી હોઈ શકે છે. તેમણે વધુ જણાવ્યું કે તેના હ્દયનું વજન સામાન્ય યુવાનો કરતા બમણું જોવા મળ્યું છે. જે કારણે તેને અગાઉથી કોઈ બીમારી હોઈ શકે છે. પરંતુ તેના મોતનું સાચું કારણ તો પોસ્ટ મોટમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડી શકે છે.

Most Popular

To Top