કામધંધામાં વ્યસ્ત લોકોને પ્રભુસ્મરણનો પણ સમય મળતો નથી. હાલ શ્રાવણ માસ ચાલે છે. કથાશ્રવણ કરવા પણ ફરકતા નથી. પરંતુ જયારે આપત્તિ કે મુશ્કેલી દુ:ખ આવે ત્યારે ઘણાં લોકો પ્રભુ-સ્મરણ કરતા હોય છે, પરંતુ તે સમયે ભગવાન પાસે પણ સાંભળવાનો સમય હોતો નથી. ડોકટર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા દર્દીને બચાવવા લાખ પ્રયત્નો કરે છેવટે બધી દવા કામ ન લાગે ત્યારે દુઆ – કરવી પડે છે, વિધાતાના લેખ મુજબ જેટલું આયુષ્ય હોય તેટલું જ જીવતર હોય છે. આમ ભગવાન પાસે ગમે તેટલું સ્મરણ કરો તો પણ મરણને અટકાવી શકતા નથી. આસ્તિક-નાસ્તિકની વાતો છોડો, નાસ્તિકો પણ મરણને શરણ થતા હોય છે. આથી મનુષ્ય દેહ મળ્યો છે તો નિત્ય સવાર-સાંજ પ્રભુસ્મરણ કરો. એ જ તરણોપાય છે. સીતારામ પરિવારના પૂ. બાલુરામ બાપુ સત્સંગસભામાં વ્યાસપીઠ પરથી કહે છે, જે વ્યકિતએ સારાં કામો કર્યાં છે, તેના મરણ પછી શ્રધ્ધાંજલિ નહીં, પરંતુ સારાં કાર્યોને યાદ કરીને સ્મરણાંજલિ આપવી જોઇએ. કેમકે જન્મ અને મરણ નિશ્ચિત છે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મરણ અને સ્મરણ
By
Posted on