Gujarat

રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો નવા 2,869 કેસ, કુલ 33 દર્દીઓનાં મોત

રાજ્યમાં કોરવા કેસમાં સતત ધટાડો નોંધાઈ રહ્યો છે. આજે નવા 2,869 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ મૃત્ય 33 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9734 થયા છે. બીજી તરફ આજે 9,302 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,42,050 દર્દીઓ સાજા થયા છે.

આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 6, સુરત મનપામાં 2, સુરત ગ્રામ્યમાં 2, વડોદરા મનપામાં 2, વડોદરા ગ્રામ્યમાં 2, જામનગર મનપામાં 1, ભાવનગર મનપા 1, મહેસાણામાં 2, ભરૂચમાં 2, સાબરકાંઠામાં 2 સહિત કુલ 33 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 338, સુરત મનપામાં 208, વડોદરા મનપામાં 375, રાજકોટ મનપામાં 115, ભાવનગર મનપામાં 31, ગાંધીનગર મનપામાં 28, જામનગર મનપામાં 38 અને જૂનાગઢ મનપામાં 97 કેસ નોંધાયા છે.

જ્યારે સુરત ગ્રામ્યમાં 115, જામનગર ગ્રામ્ય 31, વલસાડ 41, મહેસાણા 65, વડોદરા ગ્રામ્ય 155, બનાસકાંઠામાં 67, અમરેલીમાં 67, આણંદમાં 38 નવા કેસ નોંધાયા છે.

આજે 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 1,13,346. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 80,786 જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરનાનો બીજો ડોઝ 22,862, હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 4,536, અને બીજો ડોઝ 5,073 આમ આજના દિવસમાં 2,26,603 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,62,76,699 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top