Entertainment

અપૂર્વા મુખીજાનો મુસ્લિમ બોય ફ્રેન્ડ સાથે નો પ્રાઈવેટ વીડિયો લીક થતાં તૂટી પડી

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ‘ધ રિબેલ કિડ’ તરીકે જાણીતી અપૂર્વા મુખીજા ફરી એકવાર ચર્ચામાં છે. અપૂર્વાએ તાજેતરમાં પોતાના એક જૂના પ્રાઈવેટ વીડિયો અંગે ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં અપૂર્વા પોડકાસ્ટર અને DJ અમિન જાઝ સાથે કિસ કરતી જોવા મળી હતી. હવે અપૂર્વાએ પોતાના વ્લોગમાં આ સમગ્ર ઘટનાને લઈને પહેલીવાર ખુલ્લેઆમ વાત કરી છે અને જણાવ્યું છે કે વીડિયો વાયરલ થયા બાદ તેની માનસિક સ્થિતિ કેવી થઈ ગઈ હતી.અપૂર્વાના જણાવ્યા પ્રમાણે આ વીડિયો તાજેતરનો નહોતો, પરંતુ લગભગ એક વર્ષ જૂની એક પ્રાઈવેટ પાર્ટીનો હતો. તેમણે કહ્યું કે તે સમયે તેમને અને અમિન જાઝને બિલકુલ ખબર નહોતી કે કોઈ તેમની પરવાનગી વિના વીડિયો રેકોર્ડ કરી રહ્યું છે. અપૂર્વાએ પોતાના વ્લોગમાં સ્પષ્ટ કર્યું કે આ તેમની અંગત પળ હતી અને લાંબા સમય બાદ અચાનક તેનો વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકોના મેસેજ તેમના ફોન પર આવવા લાગ્યા હતા.

અપૂર્વાએ જણાવ્યું કે તેમને આ વીડિયોના લીક થવાની જાણ ત્યારે થઈ જ્યારે તેઓ તુર્કીથી ન્યૂયોર્ક જઈ રહી હતી અને લંડનના હીથ્રો એરપોર્ટ પર હતી. ફોનમાં સતત મેસેજ આવતા લોકો તેમને પૂછતા હતા કે શું તેમણે વાયરલ વીડિયો જોયો છે. અચાનક પોતાની અંગત પળ જાહેર થઈ ગઈ હોવાની જાણ થતાં તેઓ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. અપૂર્વાના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ પર લોકોની વચ્ચે બેસીને તેઓ રડવા લાગી હતી અને તે સમયે તેમને સમજાતું નહોતું કે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો.આ સમગ્ર ઘટનામાં અપૂર્વા માટે સૌથી ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે તેમને ખબર પડી કે તેમના માતા-પિતાએ પણ આ વીડિયો જોઈ લીધો છે. અપૂર્વાએ જણાવ્યું કે તેમના માતા-પિતાને તેમના સંબંધ વિશે કોઈ જાણકારી નહોતી. તેમને એ પણ ખબર નહોતી કે અપૂર્વાનો કોઈ બોયફ્રેન્ડ છે. તેથી એક ખાનગી બાબત અચાનક વીડિયોના માધ્યમથી માતા-પિતા સુધી પહોંચી જતાં અપૂર્વા માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ હતી. તેમણે જણાવ્યું કે તે સમયે તેમનું મન સંપૂર્ણપણે સુન્ન થઈ ગયું હતું.

અપૂર્વા સાથે વીડિયોમાં જોવા મળતા અમિન જાઝ પોડકાસ્ટર અને DJ છે. તેઓ ‘Untriggered with Amin Jaz’ નામના પોડકાસ્ટ માટે જાણીતા છે, જેની શરૂઆત 2020માં થઈ હતી. અપૂર્વા અને અમિન વચ્ચે લાંબા સમયથી ડેટિંગની ચર્ચાઓ ચાલી રહી હતી. બંનેના સંબંધને લઈને સોશિયલ મીડિયા પર અગાઉ પણ ચર્ચા અને ટ્રોલિંગ જોવા મળ્યું હતું.અપૂર્વાએ પોતાના અનુભવ દ્વારા એ પણ જણાવ્યું કે કોઈ વ્યક્તિની ખાનગી પળને તેની જાણ કે પરવાનગી વિના રેકોર્ડ કરીને જાહેર કરવી કેટલી ગંભીર બાબત બની શકે છે. વાયરલ વીડિયો અંગે તેમણે કોઈ નવી ખાનગી વિગતો શેર કરવાને બદલે તેના કારણે થયેલા ભાવનાત્મક આઘાત વિશે વાત કરી. ખાસ કરીને પરિવારને અચાનક આ બાબતની જાણ થવી તેમના માટે સૌથી મુશ્કેલ ભાગ રહ્યો.આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પ્રાઈવસી અને ખાનગી વીડિયો લીક જેવા મુદ્દાઓને ચર્ચામાં લાવી દીધા છે. અપૂર્વાની વાત પરથી સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર કોઈ ખાનગી વીડિયો વાયરલ થવો માત્ર ઓનલાઈન ચર્ચા પૂરતો મુદ્દો નથી રહેતો,પરંતુ તેનો સીધો અસર વ્યક્તિ અને તેના પરિવાર પર પણ થઈ શકે છે. અપૂર્વાએ જે અનુભવ શેર કર્યો છે તે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top