દુનિયામાં સૌથી વધુ પગાર મેળવતા મંત્રીઓમાં ગણાતા સિંગાપોરના કેબિનેટ મંત્રીઓને 15 વર્ષમાં પહેલીવાર પગાર વધારો મળવા જઈ રહ્યો છે. વડા પ્રધાન લોરેન્સ વોંગે મંગળવારે સંસદમાં જાહેરાત કરી હતી કે જો પગારમાં ફેરફાર નહીં થાય તો રાજકારણમાં શ્રેષ્ઠ પ્રતિભાવંત લોકોને લાવવા મુશ્કેલ બનશે.નવા પગાર માળખા મુજબ, સૌથી નીચલા ગ્રેડના મંત્રીનો વાર્ષિક બેન્ચમાર્ક પગાર 11 લાખ સિંગાપોર ડોલરથી વધીને 18 લાખ સિંગાપોર ડોલર (આશરે ₹રૂ. 15.93 કરોડ) થશે. જ્યારે વડા પ્રધાનના બેન્ચમાર્ક પગારમાં 60 ટકાથી વધુનો વધારો થશે, તે 22 લાખથી વધીને 36 લાખ સિંગાપોર ડોલર (આશરે ₹31.86 કરોડ) થશે. મંત્રીઓની સાથે અન્ય ધારાસભ્યોના પગારમાં વધારો કરાશે.
સિંગાપોરમાં મંત્રીઓનો પગાર એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે, કારણ કે ત્યાંના મંત્રીઓ સામાન્ય નાગરિકો કરતાં ઘણું વધારે કમાય છે અને વડા પ્રધાનનો પગાર વિશ્વના અન્ય દેશોના વડાઓ કરતાં સૌથી વધુ પગારોમાં ગણાય છે.જોકે, તમામ મંત્રીઓને આ વધારો તરત જ નહીં મળે. 15 ઓક્ટોબરથી તેમની કામગીરી અને જવાબદારીઓના આધારે એકવાર માટે વધુમાં વધુ 9% સુધીનો જ વધારો અપાશે. મંત્રીઓના વધારાનો આધાર દેશમાં રોજગારી વધારવી, નાગરિકોની આવક વધારવી અને જીડીપી (GDP) ગ્રોથ જેવા લક્ષ્યાંકો હાસલ કરવા પર રહેશે.
વડા પ્રધાન વોંગે જાહેરાત કરી હતી કે તેઓ આગામી પાંચ વર્ષ માટે તેમના પગાર વધારાની સંપૂર્ણ રકમ ચેરિટીમાં દાન કરશે. સિંગાપોરમાં મંત્રીઓનો પગાર દેશના ટોચના 1000 નાગરિકોની સરેરાશ આવકના આધારે નક્કી થાય છે, જેમાં રાજકીય સેવાના કારણે 40%નું ડિસ્કાઉન્ટ ગણવામાં આવે છે. છેલ્લે 2011માં જાહેર વિરોધ બાદ પગારમાં 36%નો કાપ મૂકવામાં આવ્યો હતો. આ નવું પગાર માળખું દર પાંચ વર્ષે રિવ્યૂ કરવામાં આવશે.સિંગાપોરમાં ૨૦૨૫ના ડેટા મુજબ સામાન્ય નાગરિકની મધ્યસ્થ માસિક આવક 5775 સિંગાપોર ડોલર (આશરે ₹4.31 લાખ પ્રતિ માસ) છે, જેની સરખામણીએ મંત્રીઓનો પગાર અત્યંત વધારે હોવાથી વિરોધ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયા પર લોકો મોંઘવારી, ગ્રેજ્યુએટ્સ માટે નોકરીઓની અછત અને છટણી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
સિંગાપોરના પીએમનો પગાર મોદી કરતા 135 ગણો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વાર્ષિક પગાર આશરે ₹રૂ. 20 લાખ છે. તે સરખામણીએ સિંગાપોરના વડા પ્રધાનનો નવો પગાર ભારતના વડા પ્રધાન કરતાં આશરે ૧૩૫ ગણો વધુ હશે.
અન્ય દેશોના વડાઓ સાથે તુલના:
લોરેન્સ વોંગ રૂ. ₹31.86 કરોડ સાથે વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવતા રાષ્ટ્રાધ્યક્ષ બન્યા છે.
હોંગકોંગ ચીફ એક્ઝિક્યુટિવ: 719,000 ડોલર (આશરે રૂ. 6.03 કરોડ)
સ્વિટ્ઝરલેન્ડના પ્રમુખ: 606,000 ડોલર (આશરે ₹રૂ. 5.08 કરોડ)
યુએસ પ્રમુખ (ડોનાલ્ડ ટ્રમ્પ): 400,000 ડોલર (આશરે રૂ. ₹3.35 કરોડ)
યુકેના વડા પ્રધાન: 230,000 ડોલર (આશરે ₹રૂ. 1.93 કરોડ)