National

‘હવે આવી માર્ચ નહીં કાઢું’, ઘાયલોને મળીને અભિજીત દીપકે ભાવુક બન્યા

દિલ્હીમાં યોજાયેલી ‘ચલો સંસદ’ માર્ચ પછી વિદ્યાર્થી આંદોલને નવો વળાંક લીધો છે. પ્રદર્શનના બીજા દિવસે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે હોસ્પિટલ પહોંચીને લાઠીચાર્જમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમણે ભાવુક થઈને મોટું નિવેદન આપતાં કહ્યું કે, “હું ભવિષ્યમાં ક્યારેય આવી માર્ચ નહીં યોજું, કારણ કે પોલીસ કાર્યવાહીમાં સૌથી વધુ નુકસાન નિર્દોષ યુવાનોને ભોગવવું પડે છે.”

તેમણે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આંદોલનનો હેતુ યુવાનોને ચોટ પહોંચાડવાનો નહોતો. જો શાંતિપૂર્ણ પ્રદર્શનનું પરિણામ હિંસા અને યુવાનોના ઘાયલ થવામાં આવતું હોય તો આવી સ્થિતિથી બચવું જરૂરી છે.

પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે સામસામે ગંભીર આરોપો

સોમવારે જંતર-મંતરથી સંસદ તરફ જઈ રહેલી માર્ચ દરમિયાન વાતાવરણ વણસ્યું હતું, જેને લઈને હવે રાજકારણ અને વિવાદ ગરમાયો છે:

  • CJPના ગંભીર આરોપો: પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ દાવો કર્યો છે કે પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા યુવાનો પર બરબરતાથી બળપ્રયોગ કર્યો હતો. અનેક સ્વયંસેવકોના માથા ફૂટ્યા છે અને હાડકાં ભાંગી ગયા છે.
  • દિલ્હી પોલીસનો પક્ષ: પોલીસે તમામ આરોપો ફગાવતા સ્પષ્ટતા કરી છે કે પ્રદર્શનકારીઓએ કલમ 144 અને સરકારી નિયમોનો ભંગ કર્યો હતો. તેમણે બેરિકેડ્સ તોડીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતા કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી પગલાં લેવા પડ્યા હતા. આ અથડામણમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
  • સરકાર સાથે બેઠક નિષ્ફળ: CJP ના પ્રતિનિધિઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરીને શિક્ષણ મંત્રીના રાજીનામા સહિતની માગણીઓનું આવેદનપત્ર સોંપ્યું હતું. જોકે, કોઈ ઠોસ આશ્વાસન ન મળતાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે.
  • સુરક્ષા સઘન અને વાંગચુકની સ્થિતિ: પ્રદર્શનકારીઓ ફરી જંતર-મંતર પર ભેગા થતાં સંસદ આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બીજી તરફ, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની હાલત સ્થિર છે, પરંતુ ડૉક્ટરો તેમને સતત દેખરેખ હેઠળ રાખી રહ્યા છે.

Most Popular

To Top