આપણે માનવોમાં અમીર ગરીબ, ઊંચ નીચ તેમજ અન્ય રીતની અસમાનતાઓ જોઈએ છીએ, તે જ રીતે કુદરતી તત્વોમાં પણ દેખાવ સુંદરતા અને ગુણની બાબતમાં ઉચ્ચ નીચ કે અસમાનતા જોવા મળે છે.જેમ કે કુદરએ ફૂલો તો બનાવ્યા છે પરંતુ તેમાં પણ અસમાનતા છે. ગુલાબ. મોગરો, ગલગોટો જેવા ફૂલો દેખાવમાં સુંદર હોવા સાથે સુગંધી હોય છે, જ્યારે કરણ બારમાસી જેવા ફૂલો માત્ર દેખાવે સુંદર હોય છે તેમાં સુગંધ હોતી નથી.નદીઓમાં ગંગા નદીનું જે મહાત્વ છે તેવું સામાન્ય કક્ષાની નદીઓમાં નથી.પર્વતોમાં હિમાલય ઉચ્ચ છે જયારે કેટલાક પર્વતો માત્ર ટેકરીઓ છે જેનું કોઈ મહત્વ નથી.વાદળોમાં પાણી વગરનાં ખાલી વાદળી જે સફેદ રૂ જેવા હોય છે તેનું પાણીથી ભરેલા કાળા વાદળો આગળ કોઈ મહત્વ નથી. ગંગાજળ આગળ દરિયાના ખારા પાણીનું કોઈ મહત્વ નથી.
ઉચ્ચ સ્થાને બિરાજતા વડના વૃક્ષ આગળ કાંટાળું બાવળનું વૃક્ષ કોઈ મહત્વ ધરાવતું નથી.તે જ રીતે વનસ્પતિમાં તુલસી અને મોર ખાણમાં સોનાની ખાણ અને સામાન્ય ખીણ, રસ્તામાં નેશનલ હાઈવે અને પથરાળો ગ્રામ્ય રસ્તો,પ્રાણીઓમાં વોડો અને ગધેડો પક્ષીઓમાં મોર અને કાગડો કીટકોમાં આગીયો અને માખી,કેમિકલમાં પેટ્રોલ અને ડીઝલ. પ્રવાહીમાં દૂધ અને છાશ,ફળોમાં કેરી અને કોઠું, ઋતુમાં વસંત અને પાનખર, આમ, દરેકમાં ચઢતું ઉત્તરતું જોવા મળે છે. આ કુદરતી છે. પરંતુ આ ઓળખ માનવે બનાવેલી છે. કુદરતી તત્વોને તેનો ખ્યાલ નથી.પરંતુ દરેકમાં સમાનતા હોય તેવું કુદરતી વલણ જ નથી.એટલે આપણને પણ કુદરતે જ બનાવેલા છે એટલે આપણે જેવા છીએ તેમાં ખુશ રહીએ.કોઈ સાથે સરખામણી કરી દુ:ખી ના થઈએ.
સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.