Trending

CBSE 12મું બોર્ડ રિઝલ્ટ 2026 ટૂંક સમયમાં જાહેર થશે : DigiLocker પરથી કેવી રીતે ડાઉનલોડ કરશો માર્કશીટ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

CBSE (Central Board of Secondary Education) દ્વારા ધોરણ 12નું બોર્ડ રિઝલ્ટ 2026 ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. દેશભરના અંદાજે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ હાલમાં પોતાના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. DigiLocker અને UMANG એપ પર “CBSE Class 12 Result Coming Soon”નો મેસેજ દેખાતા હવે પરિણામ કોઈપણ સમયે જાહેર થઈ શકે છે તેવી ચર્ચા તેજ બની છે.

CBSE દ્વારા પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ પોતાની ડિજિટલ માર્કશીટ DigiLocker મારફતે સરળતાથી ડાઉનલોડ કરી શકશે. બોર્ડે વિદ્યાર્થીઓને પહેલેથી જ DigiLocker એકાઉન્ટ એક્ટિવેટ કરવાની સલાહ આપી છે જેથી પરિણામ જાહેર થતાં જ કોઈ ટેક્નિકલ સમસ્યા વગર માર્કશીટ મેળવી શકાય.

DigiLocker પરથી CBSE 12મું રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ કરશો?
વિદ્યાર્થીઓ નીચે આપેલી સરળ સ્ટેપ્સ ફોલો કરીને પોતાની ડિજિટલ માર્કશીટ મેળવી શકે છે:
સૌથી પહેલા DigiLockerની સત્તાવાર વેબસાઇટ digilocker.gov.in પર જાઓ અથવા DigiLocker એપ ખોલો.
ત્યારબાદ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને સિક્યુરિટી PINથી લોગિન કરો. નવા યુઝર્સે પહેલા રજિસ્ટ્રેશન કરવું પડશે.
લોગિન થયા બાદ “Issued Documents” અથવા “Education” વિભાગમાં જાઓ.
ત્યાં “CBSE” સિલેક્ટ કરો.
હવે “CBSE Class 12 Marksheet 2026” વિકલ્પ પર ક્લિક કરો.
ત્યારબાદ Roll Number, School Number અને Admit Card ID દાખલ કરો.
તમામ માહિતી સબમિટ કરતાં જ સ્ક્રીન પર માર્કશીટ દેખાશે.
વિદ્યાર્થીઓ પોતાની ડિજિટલ માર્કશીટ PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકશે.

પરિણામ ક્યાં-ક્યાં જોઈ શકાશે?
CBSEનું ધોરણ 12નું પરિણામ માત્ર DigiLocker પર જ નહીં પરંતુ અન્ય અનેક પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ રહેશે. વિદ્યાર્થીઓ નીચેની વેબસાઇટ્સ અને એપ્સ પર પોતાનું પરિણામ ચેક કરી શકશે:
results.cbse.nic.in
cbse.gov.in
cbseresults.nic.in
DigiLocker
UMANG App
આ ઉપરાંત SMS અને IVRS સેવા દ્વારા પણ પરિણામ મેળવવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.

માર્કશીટમાં કઈ માહિતી હશે?
CBSEની ડિજિટલ માર્કશીટમાં વિદ્યાર્થીઓનું નામ, રોલ નંબર, વિષયવાર ગુણ, કુલ ગુણ, ગ્રેડ, પાસ/ફેલ સ્ટેટસ અને અન્ય શૈક્ષણિક વિગતો આપવામાં આવશે. સાથે જ Migration Certificate અને Skill Certificate પણ DigiLocker મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પરિણામ માટે કઈ વિગતો જરૂરી રહેશે?
વિદ્યાર્થીઓએ પરિણામ ચેક કરવા માટે નીચેની વિગતો તૈયાર રાખવી પડશે:
Roll Number
School Number
Admit Card ID
Date of Birth
આ તમામ વિગતો એડમિટ કાર્ડમાં આપવામાં આવેલી હશે.

ક્યારે જાહેર થઈ શકે પરિણામ?
મીડિયા રિપોર્ટ્સ અને અગાઉના વર્ષોના ટ્રેન્ડ મુજબ CBSE ધોરણ 12નું પરિણામ 12થી 15 મે વચ્ચે જાહેર થઈ શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં બોર્ડે 12 અથવા 13 મેના રોજ પરિણામ જાહેર કર્યું હતું. જોકે CBSE દ્વારા હજી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર વેબસાઇટ અથવા DigiLocker પર જ વિશ્વાસ કરે. પરિણામ જાહેર થતાં જ વેબસાઇટ પર ભારે ટ્રાફિક રહેવાની શક્યતા હોવાથી DigiLocker અને UMANG એપ વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Most Popular

To Top