India

LPG ડિલિવરી સ્કેમથી સાવધાન

Indane, HP Gas અને Bharat Gas દ્વારા OTP ફ્રોડ રોકવા નવા નિયમો જાહેર

દેશભરમાં વધતા સાયબર ફ્રોડ અને OTP સ્કેમ વચ્ચે હવે LPG ગ્રાહકો માટે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. Indian Oil Corporationની Indane Gas, Hindustan Petroleum Corporation Limitedની HP Gas અને Bharat Petroleum Corporation Limitedની Bharat Gas કંપનીઓએ ગ્રાહકોને Delivery Authentication Code (DAC) અને OTP સંબંધિત ઠગાઈથી બચવા ખાસ માર્ગદર્શિકા આપી છે.

તાજેતરમાં અનેક શહેરોમાં એવો ફરિયાદો સામે આવ્યો છે કે ઠગો પોતાને LPG ડિલિવરી બોય અથવા ગેસ એજન્સી અધિકારી તરીકે રજૂ કરીને ગ્રાહકોને ફોન કરે છે, WhatsApp મેસેજ મોકલે છે અથવા ફેક લિંક્સ દ્વારા OTP અને બેંકની માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. કંપનીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે OTP માત્ર સિલિન્ડર ડિલિવરી સમયે જ શેર કરવો અને ફોન પર કોઈને પણ આપવો નહીં.

શું છે DAC અને કેમ બન્યું ફરજિયાત?
LPG સિલિન્ડર ડિલિવરીને વધુ સુરક્ષિત બનાવવા માટે હવે Delivery Authentication Code (DAC) સિસ્ટમને વધુ કડક બનાવવામાં આવી છે. ગ્રાહકના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP અથવા DAC મોકલવામાં આવે છે અને સિલિન્ડર ઘરે પહોંચે ત્યારે જ તે ડિલિવરી બોયને બતાવવો પડે છે.આ પગલાનો મુખ્ય હેતુ નકલી ડિલિવરી, સિલિન્ડર ડાયવર્ઝન અને ફ્રોડ અટકાવવાનો છે. દેશભરમાં લગભગ 95 ટકા LPG ડિલિવરી DAC આધારિત થઈ ગઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

HP Gasએ આપ્યા ખાસ એલર્ટ
HP Gas દ્વારા ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે કે સ્કેમર્સ હવે LPG મેસેજની નકલ કરીને ફ્રોડ કરી રહ્યા છે. કંપનીએ જણાવ્યું કે સત્તાવાર HP Gas મેસેજમાં:
“VM-HPGASc-S” જેવા ઓફિશિયલ સેન્ડર નામ હશે
4 અંકનો OTP હશે
OTP માત્ર ડિલિવરી સમયે જ ઉપયોગમાં લેવાશે
કંપનીએ સ્પષ્ટ કર્યું કે HP Gasના અધિકારીઓ ક્યારેય ફોન, WhatsApp અથવા શંકાસ્પદ લિંક દ્વારા OTP માંગતા નથી.
Indane અને Bharat Gasની સલાહ
Indane Gasએ ગ્રાહકોને “તમારી સુરક્ષા, સુરક્ષિત ડિલિવરીથી શરૂ થાય છે” કહીને ચેતવણી આપી છે. કંપનીએ કહ્યું છે કે 6 અંકનો DAC માત્ર સિલિન્ડર મળ્યા પછી જ ડિલિવરી સ્ટાફ સાથે શેર કરવો.
Bharat Gasએ પણ ગ્રાહકોને ગભરાઈને વધારાની બુકિંગ ન કરવા અને માત્ર ઓફિશિયલ ચેનલ દ્વારા જ બુકિંગ કરવાની સલાહ આપી છે. કંપનીએ કહ્યું કે OTP ડિલિવરી સમયે જ આપવો અને કોઈ અફવા પર વિશ્વાસ ન કરવો.

સ્કેમર્સ કેવી રીતે ફસાવે છે?
સાયબર ઠગો વિવિધ રીતોથી લોકોને નિશાન બનાવી રહ્યા છે:
ફેક LPG બુકિંગ લિંક મોકલવી
KYC અપડેટના નામે ફોન કરવો
સબસિડી બંધ થઈ જશે તેવી ધમકી આપવી
QR Code સ્કેન કરાવી પૈસા ઉડાવવું
APK ફાઇલ અથવા ફેક એપ ડાઉનલોડ કરાવવી
સાયબર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કેટલીક ફેક એપ્સ ફોનમાં ઇન્સ્ટોલ થતાં જ OTP, SMS અને બેંકિંગ માહિતી ચોરી શકે છે.

ગ્રાહકોએ શું ધ્યાન રાખવું?
LPG કંપનીઓએ ગ્રાહકોને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે:
OTP અથવા DAC ફોન પર કોઈને ન આપવો
માત્ર ઓફિશિયલ વેબસાઇટ અથવા એપનો ઉપયોગ કરવો
અજાણી લિંક પર ક્લિક ન કરવું
ડિલિવરી બોયનું ID કાર્ડ ચેક કરવું
QR Code સ્કેન કરતાં પહેલા ખાતરી કરવી
ડિલિવરી પછી રસીદ જરૂર લેવી, જો કોઈ શંકાસ્પદ કોલ અથવા મેસેજ મળે તો તરત જ ગેસ એજન્સી અથવા સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવી છે.

ડિજિટલ સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા
LPG સેવાઓ હવે સંપૂર્ણ ડિજિટલ થઈ રહી છે ત્યારે સાયબર ફ્રોડ પણ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને OTP, UPI PIN અને બેંક માહિતી શેર કરતી વખતે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. કંપનીઓનું કહેવું છે કે “જાગૃતિ અને સાવચેતી” જ આવા ફ્રોડ સામે સૌથી મોટું હથિયાર છે.

Most Popular

To Top