પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોએ દેશને આશ્ચર્યનો આંચકો આપ્યો છે અને એમાંય પશ્ચિમ બંગાળ અને તામિલનાડુનાં અણધાર્યાં પરિણામો આવ્યાં છે. એક્ઝીટ પોલ ક્યાંક સાચા તો ક્યાંક ખોટા પડ્યા છે. પણ શું આ પરિણામો એવું દેશાવે છે કે, દેશનાં મતદારોનો મિજાજ બદલાયો છે? આ અંગે કેટલીક ટીપ્પણીઓ થઇ છે એ રસપ્રદ છે અને એ દર્શાવે છે કે, મતદારોનો મિજાજ બદલાઈ રહ્યો છે.
લાગે છે કે, મતદારો હવે કોઈ વાતમાં ખેંચાઈ કે લાગણીમાં દોરવાઈ મત આપતા નથી. ૨૦૨૬નાં પરિણામો કોઈ એક લહેરનાં પરિણામ નથી, પરંતુ તે દરેક રાજ્યની જનતા દ્વારા સરકારના રિપોર્ટ કાર્ડ પર આપવામાં આવેલો ચુકાદો છે. મતદાર હવે પક્ષનાં જૂનાં સૂત્રોને સ્વીકારતો નથી એના બદલે તેણે મારા માટે શું કર્યું? તે પ્રશ્ન પૂછતો થયો છે. લોકશાહીમાં આ સારી નિશાની ગણાવી જોઈએ. ક્યા પક્ષની સરકાર છે અને એણે અમારા માટે શું કર્યું એ જોઈ મતદાર નિર્ણય લેતો થયો છે એ આવકાર્ય છે. જો કે, બધે આ વાત લાગુ પાડી શકાતી નથી.
બીજો એક વિશેષ વર્ગ ઊભો થયો છે અને એ લાભાર્થી વર્ગ. એની શરૂઆત તામિલનાડુએ જ કરી હતી. રેવડી ત્યાં શરૂ થઇ અને આજે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પક્ષ રેવડીઓ આપવા તૈયાર છે પણ મતદારો હવે એનાથી આગળ વિચારે છે કે, મફતની યોજના તો ખરી પણ એનો અમલ કોણ સારી રીતે કરે છે એ જોઈ મત આપવો. ભારતમાં એક નવો ‘લાભાર્થી વર્ગ’ ઊભો થયો છે. આ એવો વર્ગ છે જે જ્ઞાતિ કે ધર્મ કરતાં સરકારી યોજનાઓની ‘ડિલિવરી’ ને વધુ મહત્ત્વ આપે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઉદય હોય કે તમિલનાડુમાં ડીએમકેની પકડ, જે પક્ષે પાયાની સુવિધાઓ (રેશન, આવાસ, ડાયરેક્ટ બેનિફિટ) છેવાડા સુધી પહોંચાડી છે, તેને સફળતા મળી છે.
અલબત્ત, તામિલનાડુમાં ડીએમકેને ના સ્વીકારી અભિનેતા વિજયની નવી પાર્ટી ટીવીકેને લોકોએ સૌથી મોટો પક્ષ બનાવી આશ્ચર્ય આપ્યું છે. એનો અર્થ એ પણ થાય છે કે, લોકો વિકલ્પની શોધમાં છે. જે પક્ષો વર્ષોથી રાજનીતિમાં છે એ નહિ અને અન્ય વિકલ્પ હોય તો એને પસંદ કરવો. એક મજાની અવલોકન એ પણ છે કે, ભારતીય લોકશાહી હવે એ સ્તરે પહોંચી છે જ્યાં મતદાર રાષ્ટ્રીય સુરક્ષા માટે એક પક્ષને અને સ્થાનિક સુશાસન માટે બીજા પક્ષને પસંદ કરી શકે છે. તમિલનાડુ અને કેરળનાં પરિણામો દર્શાવે છે કે જનતા પોતાની ભાષા અને સંસ્કૃતિ સાથે સમાધાન કરવા તૈયાર નથી, ભલે ગમે તેટલી મોટી રાષ્ટ્રીય લહેર હોય.
એન્ટી ઇન્ક્બન્સીનો અર્થ પણ બદલાયો છે. અગાઉ શાસનવિરોધી લહેર એટલે ‘માત્ર સરકાર બદલવી’ એવું મનાતું. પરંતુ હવે, જો સરકાર સક્રિય હોય, તો જનતા તેને વારંવાર તક આપે છે અને એ પ્રો ઇન્ક્બન્સી તરીકે ઓળખવામાં છે, જે લોકશાહીની પરિપક્વતાનું સૂચક ગણાય છે. ભાજપ માટે આ વાત સાચી પડી છે. આસામમાં ભાજપની હેટ્રિક થઇ છે. ભારત યુવા દેશ છે અને યુવા મતદારો શું વિચારે છે એ બહુ મહત્ત્વનું છે. ભાજપે આ વાત પર ફોકસ કર્યું છે. નરેન્દ્ર મોદી યુવાઓમાં પ્રિય છે. ૨૦૨૬માં યુવા મતદારો કે જેમણે પહેલી વાર મતદાન કર્યું છે એમણે પરંપરાગત વોટ બેંકને તોડી નાખી છે. તેમને માત્ર ભૂતકાળના ગૌરવમાં રસ નથી, પણ રોજગાર અને આધુનિક શિક્ષણની તકોમાં રસ છે.
મતદારોના મિજાજમાં આ બદલાવ કેટલો સારો છે કે ખરાબ એ કહેવું અત્યારે વહેલું છે પણ દક્ષિણ ભારતનાં રાજ્યો હજુય કેન્દ્રમાં રાજ કરતા પક્ષો સાથે નથી. ત્યાં રાજનીતિ અલગ છે. બંગાળમાં આ વાતને ભાજપ ખોટો પાડી શક્યો છે. અગાઉ ઇશાન ભારતમાં ભાજપે સત્તાનો વિસ્તાર કર્યો પણ દક્ષિણમાં હજુ ભાજપનો ગજ વાગ્યો નથી. આ વાત પણ સ્વીકારવી રહી. તામિલનાડુમાં દ્રવિડિયન રાજનીતિનો અંત? તમિલનાડુમાં ૨૦૨૬ના વિધાનસભા ચૂંટણી પરિણામોએ ખરેખર ભારતીય રાજકારણમાં એક ‘ભૂકંપ’ જેવી સ્થિતિ સર્જી છે. આ પરિણામો દર્શાવે છે કે, તમિલનાડુમાં ૫૯ વર્ષથી ચાલી આવતી ડીએમકે અને અન્નાડીએમકેની પરંપરાગત સત્તાનો દબદબો ખતમ થયો છે.
સુપરસ્ટાર વિજયની નવી પાર્ટી તમિલગા વેટ્ટરી કઝગમ [ટીવીકે]એ અત્યંત પ્રભાવશાળી દેખાવ કર્યો છે. આ પક્ષે ૧૦૮ બેઠકો જીતીને રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ૧૯૬૭ પછી આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ બિન-દ્રવિડિયન પાર્ટીએ આ સ્તરે સફળતા મેળવી હોય. આ પરિણામોએ સાબિત કર્યું છે કે તમિલનાડુની જનતા હવે ‘દ્રવિડિયન દ્વંદ્વ’થી આગળ વધવા માંગે છે. સત્તારૂઢ ડીએમકે અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. સ્ટાલિન પોતે પણ પોતાની બેઠક ગુમાવી બેઠા છે, જે શાસન વિરોધી લહેરની તીવ્રતા દર્શાવે છે તો અન્ના ડીએમકે પણ એવી સફળતા મેળવી શક્યો નથી.
રાજકીય વિશ્લેષકો વિજયના ઉદયને એમ.જી. રામચંદ્રનના સમય સાથે સરખાવી રહ્યા છે. જે રીતે એમજીઆર એ ફિલ્મી પડદેથી આવીને સીધા લોકોના દિલમાં જગ્યા બનાવી હતી, તેવી જ રીતે વિજયે યુવા મતદારો અને મહિલા મતોમાં મોટું ગાબડું પાડ્યું છે. જો કે, પક્ષો હાર્યા છે, પણ વિચારધારા રાતોરાત ખતમ નથી થતી. વિજયની પાર્ટીએ પણ ‘સામાજિક ન્યાય’ અને ‘ભાષાકીય ગૌરવ’ ની વાત કરી છે, જે દ્રવિડિયન રાજનીતિના મૂળમાં છે. જો કે, હવે રાજનીતિ ‘પરિવારવાદ’ થી મુક્ત થઈને નવા અને સ્વચ્છ નેતૃત્વ તરફ વળી રહી હોય તેવું દેખાય છે.
તામિલનાડુનાં મતદારોને પણ ધન્યવાદ આપવા જોઈએ કે એમણે ૮૫% થી વધુ મતદાન કર્યું અને એ દર્શાવે છે કે જ્યારે જનતા પરિવર્તન ઈચ્છે છે, ત્યારે મોટા-મોટા ગઢ તૂટી જાય છે. તમિલનાડુમાં રાષ્ટ્રીય પક્ષો હજુ પણ સીધો મોટો પ્રભાવ પાડી શક્યા નથી પણ એક નવો પ્રાદેશિક વિકલ્પ ઉભરી આવ્યો છે. મહત્ત્વનું એ છે કે, કોંગ્રેસને કેરલમાં સત્તા મળી એટલે એ દક્ષિણમાં મજબૂત બની છે. પણ સવાલ એ છે કે, મમતાની ટીએમસી કે પછી ડીએમકે , અન્નાડીએમકે ફરી એનો હોદો્ પ્રાપ્ત કરી શકશે? કે પછી માયાવતીના બસપા જેવી એમની હાલત ધીરે ધીરે થશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.