Vadodara

પ્રતાપનગરના સિનેમા હોલમાં બાળકી સાથે છેડતીના આક્ષેપ, વડોદરામાં રોષ

પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલી બાળકી સાથે અયોગ્ય વર્તનનો આરોપ
CCTV ફૂટેજ આધારે આરોપીઓની ઓળખ માટે પોલીસની કાર્યવાહી શરૂ

વડોદરા, તા. 5
વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ સિનેમા હોલમાં પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલી એક બાળકી સાથે છેડતી થયાના આક્ષેપો સામે આવતા શહેરમાં ચકચાર મચી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

મળતી માહિતી મુજબ, પરિવાર ફિલ્મ જોવા ગયો હતો ત્યારે કેટલાક યુવકો દ્વારા બાળકી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ઘટના બાદ પરિવારજનો દ્વારા વિરોધ નોંધાવતા સિનેમા પરિસરમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્રે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે અને સિનેમા હોલમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની ફૂટેજના આધારે સંડોવાયેલા શખ્સોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
આ બનાવને પગલે જાહેર સ્થળોની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ તેજ કરી છે.

Most Popular

To Top