Charchapatra

પ્રવાસન સ્થળોને પ્રવાસન તરીકે જ રહેવા દો

કુદરતની રચના પણ વિચારવા લાયક છે. દેશમા અમુક સ્થળોની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વિકાસ કરવામાં આવે છે. તે મુજબ હિમાલયન વિસ્તારોને પ્રવાસન તરીકે જ વિકાસ કરવો પડે. દેશમા હવા ખાવાના સ્થળો મહાબળેશ્વર, લોનાવાલા,ખંડાલા, વગેરે સ્થળોનો વિકાસ કરવો પણ કુદરતી સૌંદર્ય નો વિનાશ ન થાય તેની કાળજી લેવી જોઈએ.  પ્રવાસન સ્થળ નો વિકાસ કરવા માટે વાણિજય પ્રવુતિ જરૂરી છે પરંતુ કુદરતી સંસાધનોનો વિનાશ ન થઈ જાય તેનુ પણ ધ્યાન રાખવું જોઈએ. પ્રવાસન સ્થળોને વિકાસ કરવા માટે આજુબાજુ ના વિસ્તારની જમીનો જરૂર પડે પરંતુ આના કારણે હોનારત ન સર્જાવી જોઈએ, કુદરતી આપત્તિ આવી પડે એ વાત માની શકાય પણ માનવસર્જિત હોનારત ન સર્જાવી જોઈએ.૨૦૧૩ ના વર્ષ મા થયેલ કેદારનાથ યાત્રા ની હોનારત ભુલી શકાય તેમ નથી. પ્રવાસન સ્થળોને વિકાસ ના કારણે પ્રદૂષણ ફેલાય અને હવામાનમાં ફેરફાર આવે છે. હિમાલયન વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્રારા વિકાસના કામોની આડમાં કુદરતી સંસાધનોનો વિનાશ ન થાય તેનુ ધ્યાન રાખવું જોઇએ તેમજ સરકાશ્રી કક્ષાએ ધારદાર રજૂઆત કરવી જોઈએ. આપણે કુદરતી સંપતિ અને પર્યાવરણ બન્ને જાળવણી કરવાની જરૂર છે તો પ્રવાસન સ્થળોને એવી રીતે વિકાસ કરવામાં આવે કે …..?
સુરત     – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top