Vadodara

સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ: વડોદરામાં ઇવીએમ અને સામગ્રીનું વિતરણ

18 ડિસ્પેચ–રિસિવિંગ સેન્ટરો પરથી મતદાન ટીમોને સામગ્રી પહોંચાડવાની પ્રક્રિયા આરંભાઈ
વોર્ડ 16થી 19ના 240 મતદાન મથકો માટે ભવન્સ સ્કૂલ કેન્દ્ર પરથી વિતરણ

વડોદરા, તા. 25
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત આવતી કાલે યોજાનાર મતદાનને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લામાં ઇવીએમ મશીનો અને ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણની પ્રક્રિયા આજે શરૂ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર સમયસર સામગ્રી પહોંચે તે માટે સુવ્યવસ્થિત આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ જિલ્લામાં કુલ 18 જેટલા ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો પરથી મતદાન ટીમોને ઇવીએમ મશીન તેમજ અન્ય જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભવન્સ સ્કૂલ, મકરપુરા ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી ડેપ્યુટી કલેક્ટર વિમલ બરોટના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. 16, 17, 18 અને 19ના કુલ અંદાજે 240 મતદાન મથકો માટે 14 ટેબલ મારફતે ઇવીએમ મશીનો અને અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયાની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી મતદાનની કામગીરી સરળતાથી પૂર્ણ થઈ શકે.

.

Most Popular

To Top