Vadodara

ગોત્રીમાં હનુમંત ચરિત્ર કથા સ્થળે વિધર્મીઓને નાના બાળકોની રાઇડ્સ ચલાવવાનો કોન્ટ્રકટ આપતા વિવાદ

હિન્દુ સંગઠનના યુવાનોએ હોબાળો કરી તમામ રાઈડ્સ બંધ કરાવી

કથાના આયોજકોએ વિધર્મીઓને કોન્ટ્રાક્ટ આપતા ધાર્મિક લાગણી દુભાવી હોવાના આક્ષેપ

( પ્રતિનિધિ )વડોદરા,તા.6

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ચાલતી હનુમંત ચરિત્ર કથામાં નાના બાળકોની રાઇડ્સ ચલાવવાનો કોન્ટ્રાક્ટ વિધર્મીઓને આપવામાં આવતા વિવાદ સર્જાયો છે. હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ સ્થળ પર પહોંચી હોબાળો મચાવી રાઈડ બંધ કરાવી હતી.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હનુમંત ચરિત્ર કથાનું આયોજન થયું છે. જો કે, કથાના સ્થળે વિધર્મીઓને નાના બાળકોની રાઇડ્સ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતા વિવાદ થયો હતો. ગતરાત્રિએ ગોત્રી વિસ્તારમાં હિન્દુ સંગઠનના યુવાનોએ રાઇડ્સ પર પહોંચીને ભારે હોબાળો કર્યો હતો અને કથાના આયોજકોએ વિધર્મીઓને કોન્ટ્રાકટ આપતા ધાર્મિક લાગણી દુભાવી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. તપાસ દરમિયાન ઘનશ્યામ નામના વ્યક્તિએ કોન્ટ્રાક્ટમાં વિધાર્મીની સાથે ભાગીદારી કરી હતી. આ સમગ્ર મામલો બહાર આવતા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ રાઈડ્સ બંધ કરાવી હતી. જ્યારે કથાના આયોજકોના બેવડા વલણને લઈને યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આગેવાને જણાવ્યું હતું કે, સાંજે હિન્દુ સંગઠન ગોત્રી દ્વારા સંપૂર્ણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે કલાનગરી ગ્રાઉન્ડ ઉપર હનુમાનજીની કથા ચલાવવામાં આવી રહી છે. ત્યાં શાંતિનો ભંગ ન થાય અને કોઈ વિધર્મી દ્વારા કોઈ પવિત્રતાનો ભંગ ન થાય તે કારણસર અમે જે રાઈડ્સ ચાલી રહી છે. એ અંદરની બાજુ અને બહાર બાજુ ત્યાં ચેકિંગ કર્યું તો એમાં અમને જેટલી પણ રાઈડ્સ છે, તે દરેક રાઈડ ઉપર લઘુમતી સમાજના સંચાલક મળ્યા છે અને જે દરેક માલિક છે એમના કોન્ટ્રાક્ટર છે, એ આપણા હિન્દુ ઘનશ્યામભાઈ છે. એમણે 50% પાર્ટનરશીપની અંદર એ વિધર્મી કોન્ટ્રાક્ટરને આ હિન્દુ વિસ્તારમાં હનુમાનજીની કથાની બાજુમાં આ કોન્ટ્રાક્ટ અપાવેલો છે. જેથી આ કારણસર બધી રાઈડ્સ અમે બંધ કરાવી હતી.

Most Popular

To Top