India

વેસલ હોર્મુઝ સ્ટ્રેટથી 42 હજાર ટન એલપીજી લઈ જગ વસંત ગુજરાતના કંડલા બંદરે પહોંચ્યું

ભારત માટે વધુ એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. વેસલ હોર્મુઝ સ્ટ્રેટથી 42 બજાર ટન એલપીજી લઈ ‘જગ વસંત’ નામનું જહાજ ગુજરાતના Kandla Port પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. આ જહાજ આવતા તોળાતા ભય અને લોકો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાહત મળી છે. આ જહાજમાં 42,000 મેટ્રિક ટનથી વધુ LPG ગેસ ભરેલો છે, જે દેશમાં ગેસ સપ્લાયને મજબૂત બનાવશે. મહત્વની વાત એ છે કે આ જહાજ યુદ્ધગ્રસ્ત અને જોખમી હોર્મુઝ માર્ગ પરથી પસાર થઈને આવ્યું છે, જ્યાંથી ઊર્જા પુરવઠા અંગે અનિશ્ચિતતા સર્જાઈ હતી. એવા સમયમાં આ જથ્થો ભારત માટે મોટી રાહત માનવામાં આવી રહ્યો છે. કંડલા પોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ગેસને ‘મિડ-સી ટ્રાન્સફર’ પદ્ધતિથી ઉતારવામાં આવશે, જેમાં સમુદ્રમાં જ એક જહાજમાંથી બીજા માધ્યમમાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી સમય બચી શકે અને પ્રક્રિયા ઝડપી બને.

આ સમગ્ર પ્રક્રિયામાં ઈરાનની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે. ઈરાનના વિદેશ મંત્રી Abbas Araghchiએ ભારત સહિતના મિત્ર દેશોના જહાજોને હોર્મુઝ માર્ગથી પસાર થવાની મંજૂરી આપી હતી, જેના કારણે આ સપ્લાય શક્ય બની છે. ભારત માટે હોર્મુઝ માર્ગ ખૂબ જ મહત્વનો છે, કારણ કે મિડલ ઇસ્ટમાંથી દરરોજ મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ અને LPG આ માર્ગે દેશમાં આવે છે. અંદાજે 2.5 થી 2.7 મિલિયન બેરલ ઊર્જા ઉત્પાદનોનો પુરવઠો આ જ રૂટ પરથી થાય છે. તેથી આ માર્ગ ખુલ્લો રહેવું ભારતની ઊર્જા સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે. એકંદરે, જોખમ વચ્ચે સફળતાપૂર્વક પહોંચેલા આ ગેસ જથ્થાને કારણે દેશમાં LPGની અછત અંગેની ચિંતા ઓછી થઈ છે અને સપ્લાય ચેઇનને મોટો આધાર મળ્યો છે.

Most Popular

To Top