Savli

સાવલી તાલુકામાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો, ઘર્ષણના બનાવો નોંધાયા

સાવલી: સાવલી તાલુકામાં ઇઝરાઇલ ઈરાનના યુદ્ધના પગલે પેટ્રોલ ડીઝલની તંગી lની અફવા ના પગલે તાલુકાના પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જામી હતી અને કેટલાક પેટ્રોલ પંપ ઉપર ઘર્ષણના બનાવો નોંધાવા પામ્યા છે.

હાલમાં ઇઝરાયલ અને ઈરાનના યુધ્ધના પગલે અફવાઓએ ભારે બજાર ગરમ કર્યું છે દિવસ દરમિયાન એલપીજી ગેસની તંગીએ સમગ્ર તાલુકામાં ચર્ચા જગાવી હતી અને મોડી સાંજે પેટ્રોલ ડીઝલની તંગી ની અફવાના પગલે સમગ્ર તાલુકાના વાહન ચાલકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા અને તાલુકાના તમામ પેટ્રોલ પંપ ઉપર મસ્ મોટી કતારો જામી હતી અને પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પડાપડી કરતા વાહન ચાલકો જોવા મળતા હતા
ભારે ઘસારાના પગલે કેટલાક પંપો પર ઘર્ષણના બનાવો બન્યા હતા અને તેના પગલે કેટલાક પંપો બંધ કરી દેવામાં આવ્યા હતા કૃત્રિમ અછતના પગલે સમગ્ર તાલુકામાં અરાજકતા નો માહોલ સર્જાયો છે અને સમગ્ર તાલુકાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જ્યારે તાલુકાના વાહન ચાલકો પેટ્રોલ પંપ ઉપર કલાકો ની લાઈનો લગાવીને ઉભા છે જોકે તંત્ર તરફથી પેટ્રોલ ડીઝલની કોઈ તંગી નથી અને અફવાઓથી ગભરાવવું નહીં તેવા મેસેજ વાઇરલ કરવામાં આવ્યા છતાંય તાલુકા જનો પેટ્રોલ પંપ ભણી દોટ મુકી હતી અને તાલુકાના મોટી ભાગના વાહનો પેટ્રોલ પંપ રિપોર્ટર: વિમલ પટેલ

Most Popular

To Top