ટ્રમ્પની ધમકી બાદ ઈરાનની મોટા હુમલાની ચેતવણી
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને ખૂબ જ કડક અને આક્રમક નિવેદન આપ્યું છે. ઈરાનના નેતાઓએ સ્પષ્ટ કહી દીધું છે કે દેશના સુપ્રીમ લીડર Ali Khameneiના મોતનો બદલો લેવામાં આવશે અને ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. આ નિવેદન પછી સમગ્ર વિશ્વની નજર ફરીથી પશ્ચિમ એશિયા પર ટકી ગઈ છે.
ઈરાનની સંસદીય રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ સરકારી મીડિયાના માધ્યમથી જણાવ્યું કે દેશના દુશ્મનો સામેની લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ખામેનેઈની હત્યા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં થાય. સમિતિએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ દેશની અખંડિતતા અને ગૌરવ સાથે જોડાયેલો મુદ્દો છે.
ખામેનેઈના મોત બાદ ઈરાનના નેતૃત્વે કડક વલણ અપનાવ્યું છે. ઈરાની અધિકારીઓએ જાહેરમાં શપથ લીધી છે કે જ્યા સુધી આ હુમલાનો બદલો નહીં લેવામાં આવે, ત્યાં સુધી સંઘર્ષ અટકવાનો નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં વિસ્તારમાં તણાવ વધુ વધવાની શક્યતા છે.
અમેરિકન હુમલો થયો તો કરારો જવાબ મળશે : ઈરાનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ઉપપ્રમુખે પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેહરાન કોઈપણ દબાણ સામે ઝુકશે નહીં. તેમણે કહ્યું કે જો વિસ્તારના અમેરિકન સૈન્ય મથકોમાંથી ઈરાન પર હુમલો કરવામાં આવશે તો તેની સામે ઈરાની સેનાઓ તગડો જવાબ આપશે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે પડોશી દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોમાંથી થતો કોઈપણ હુમલો સીધો હુમલો ગણાશે અને તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
ટ્રમ્પની ધમકી બાદ તણાવ વધુ વધ્યો : આ પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trumpએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ઈરાનને ચેતવણી આપી હતી. ટ્રમ્પે ઈરાનને “હારેલું દેશ” ગણાવી કહ્યું હતું કે આજે રાત્રે ઈરાન પર ભારે પ્રહાર થઈ શકે છે.
ટ્રમ્પના આ નિવેદન પછી વિશ્વભરના રાજકીય વિશ્લેષકો માનતા થયા છે કે અમેરિકા અને Israel મળીને ઈરાન સામે કોઈ મોટું સૈન્ય ઓપરેશન શરૂ કરી શકે છે. ટ્રમ્પના આક્રમક વલણને કારણે પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.