Entertainment

અર્જુન તેંડુલકર-સાનિયા ચાંડોકના શાહી લગ્ન શરૂ: સમારોહમાં દિગ્ગજો કરી શિરકત

સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોક આજે (5 માર્ચ) મુંબઈમાં લગ્ન બંધનમાં બંધાઈ રહ્યા છે. આ શાહી લગ્ન સમારોહ માટે મહેમાનો સ્થળ પર પહોંચવા લાગ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને અનિલ કુંબલે સમારોહમાં હાજરી આપવા પહોંચી ગયા છે. આ ઉપરાંત અજિંક્ય રહાણે, સુરેશ રૈના અને હરભજન સિંહ જેવા ક્રિકેટરો પણ લગ્નમાં હાજર રહ્યા છે. મુંબઈમાં યોજાઈ રહેલા આ ભવ્ય લગ્નમાં બોલિવૂડના ઘણા જાણીતા સ્ટાર્સ પણ હાજરી આપી રહ્યા છે. અત્યાર સુધીમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સમારોહમાં પહોંચી ચૂક્યા છે. અભિનેતા ફરહાન અખ્તર પણ અર્જુન-સાનિયાના લગ્નમાં ક્રીમ રંગના કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પોતાની પત્ની અને અભિનેત્રી હેઝલ કીચ સાથે સમારોહમાં પહોંચ્યા હતા. યુવરાજ શેરવાનીમાં અને હેઝલ સાડીમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાન તેની પત્ની અને અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે પણ લગ્નમાં હાજર રહ્યા હતા. બંનેએ પાપારાઝી માટે પોઝ આપ્યા હતા. હરભજન સિંહ પણ પોતાની પત્ની અને અભિનેત્રી ગીતા બસરા સાથે સમારોહમાં જોવા મળ્યા હતા. ગાયિકા આશા ભોંસલે પણ ક્રીમ રંગની સાડીમાં અર્જુન-સાનિયાના લગ્નમાં પહોંચ્યા હતા. હજી પણ મહેમાનોનો આવવાનો સિલસિલો ચાલુ જ છે.

અર્જુન અને સાનિયાના લગ્ન સમારોહની ઉજવણી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. 3 માર્ચથી મુંબઈમાં વિવિધ લગ્નવિધિઓ શરૂ થઈ હતી. ગઈકાલે મહાલક્ષ્મી રેસ કોર્સ ખાતે મહેંદી સમારોહ યોજાયો હતો, જેમાં સચિન તેંડુલકરના ઘણા ક્રિકેટ મિત્રોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યો હતો, જેમાં પરિવારજનો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પહેલા અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોકનું પ્રી-વેડિંગ ફંક્શન 27 ફેબ્રુઆરીએ ગુજરાતના જામનગરમાં અંબાણી પરિવારના નિવાસસ્થાને યોજાયું હતું. બંનેએ ઓગસ્ટ 2025માં સગાઈ કરી હતી. સાનિયા ચંદોક ગ્રેવિસ ગ્રુપના ચેરમેન રવિ ઘઇની પૌત્રી છે અને અર્જુનની બહેન સારા તેંડુલકરની ખાસ મિત્ર પણ છે. ક્રિકેટ, બોલિવૂડ, ઉદ્યોગ અને રાજકીય ક્ષેત્રની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓની હાજરીને કારણે અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોકના લગ્ન 2026ના સૌથી હાઇ-પ્રોફાઇલ સામાજિક કાર્યક્રમોમાંના એક બની રહ્યા છે. એમના લગ્નની પહેલી તસવીર પોસ્ટ કરી સુરેશ રૈનાએ નવા જોડાને એમના જીવનના નવા ચરણ માટે શુભેચ્છાઓ આપી હતી.

Most Popular

To Top