Vadodara

વડોદરા : પ્રેમમાં પાગલ પરીણીતા પતિ અને બે બાળકોને છોડી પ્રેમી સાથે ભાગી ગઈ

જેઠાણીએ 181 અભયમનો સંપર્ક કરી મદદ માંગી

મહિલાનો પતિ અપહરણનો ગુનો નોંધાવશે તો સજા પણ થઈ શકે છે, તેવી કાયદાકીય સમજ આપતા પ્રેમી પરિણીતાને તરછોડી, પરિણીતાએ પણ પોતાની ભૂલ સ્વીકારી આવું ન કરવા ખાતરી આપી

વડોદરા તા.24
વડોદરા શહેર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાનો પતિ હયાત છે અને બે સંતાન હોવા છતાં સોસાયટીમા રહેતા અન્ય પર પુરુષ સાથે આંખ મિચોલી કરી હતી. પ્રેમમાં પાગલ બનેલી પરિણીતાની પોતાની મમતા મરી પરવારી હોય તેમ બાળકોની ચિંતા કર્યાં સિવાય પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પરંતું માસૂમ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી મહિલાની જેઠાણીએ 181 અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. જેથી મહિલા સભ્યોએ પ્રેમીનું કાઉન્સેલિંગ કરી જણાવ્યું હતું કે મહિલા ના અપહરણના ગુનામાં સજા પણ થઈ શકે છે. જેથી પ્રેમીએ મહિલાને નહિ રાખવા ખાતરી આપી હતી અને મહિલાએ આવી ભૂલ નહિ કરવા ખાતરી આપી હતી.
વડોદરા શહેરમાં મહિલાને લગ્ન બાદ બે સંતાન હોવા સાથે તેમના પતિ પણ હયાત છે તેમ છતાં મહિલાએ તેમની સોસાયટીમાં રહેતા અન્ય પુરૂષ સાથે આંખ મીચોલી રમી પ્રેમ સબંધ બાંધ્યા હતા. છેલ્લા એક વર્ષથી પ્રેમી સાથે રિલેશનમાં હોય પતિ સાથે રહેવા માંગતી નથી અને જે વ્યક્તિ સાથે રિલેશનમાં છે તેની સાથે જ રહેવું છે તેવી જીદ પકડી પતિ અને છોડીને પ્રેમી સાથે પાંચ દિવસથી ભાગી ગઈ હતી. પ્રેમી સાથે ભાગીને વડોદરાથી મહારાષ્ટ્ર રહેતી હતી અને છઠ્ઠા દિવસે મહિલા વડોદરા પરત આવી હતી. જેની જાણ મહિલાની જેઠાણીને થતા તેઓએ દેરાણીને સમજાવવા માટે મદદ માટે 181નો સંપર્ક કર્યો હતો.
જેથી અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહિલા અને પ્રેમીનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. પ્રેમીને સમજાવ્યું હતું કે મહિલાના છૂટાછેડા થયા નથી જેથી તમે મહિલા સાથે લગ્ન કરી શકો નહીં. તેમના પતિ તમારા વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરાવી શકે છે અને તેમાં તમને સજા પણ થવાની શક્યતા છે. તેમના બે બાળકો છે તો તમારા કારણે બાળકોની જિંદગી બગાડશો નહીં તેથી તે પ્રેમીએ પ્રેમિકાને રાખવા માટે ઇન્કાર કર્યો હતો. પ્રેમીએ તરછોડી દેતા પરિણીતાને તેમની ભૂલ સમજાઈ ગઈ હતી તેમના પતિ અને બાળકો સાથે જવા માટે તૈયાર હતા. તેથી હવે પછીથી તેમના પતિ સાથે જ રહીશ અને અને આવી ભૂલ નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી.

Most Popular

To Top