National

આ વેળા હોળી ઉત્સવમાં સાચવી લો

હોળી ઉત્સવ એટલે સમૂહમાં ઉજવાતો પૌરાણિક તહેવાર અને ધૂળેટીમાં રંગબેરંગી પીચકારીઓ દ્વારા તથા ગુલાલ દ્વારા ઉજવાયો રંગોત્સવ. આપણે સૌ ઉત્સવપ્રિય છે પરંતુ આ વર્ષે હજુ કોરોના મહાબિમારીના સંક્રમણથી આપણે મુકત નથી થયા. આવા સંજોગોમાં આ વર્ષે આપણે સૌ માત્ર ગુલાલથી તિલક હોળી જ રમીએ અને આનંદ માણીએ.

નાના બાળકોને પાણીનાં ફુગ્ગા કે પિચકારી થકી થતો પાણીનો વ્યય અટકાવીએ. આ અંગેની સલાહ દરેક વાલીઓ, બાળકોને આપે એ સૌના હિતમાં જ રહેશે. કહેવાય છે જળ એ જીવન છે. સૌ કોઇ કોરોનાની ગાઇડલાઇનનો સંપૂર્ણ અમલ કરે અને બીજાઓને પણ પ્રેરીત કરે. બીજું મહોલ્લે મહોલ્લે હોળી પ્રગટાવવા કરતા એક જ જગાએ સોશીયલ ડિસ્ટન્સ જાળવી હોળી ઉત્સવ ઉજવીએ. બસ આ વર્ષ સાચવી લો, પછી વર્ષો વર્ષ આપણા જ રહેશે.

સુરત              – દિપક બી. દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top