વારંવાર માગણી કરવા છતાં પ્રીઆઇપીઓ (અનલિસ્ટેડ શેર) કે રૂપિયા પરત આપ્યા ન હતા
રૂપિયા પરત ચૂકવવા માટે આપેલા બે ચેક બેન્કમાં ડિપોઝિટ કરાવતા બાઉન્સ થયાં
પ્રતિનિધિ વડોદરા તા.31
શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરવાનું કરવા સાથે શેર અપાવવાનું કંહીને માણેજમાં કંપની ધરાવતા સંચાલક પાસેથી ઠગ ત્રિપુટે રૂપિયા 24.10 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ શેર આપ્યાં ન હતા કે બિઝનેસમેને રૂપિયા પરત માગતા બે ચેક રૂ.24.10 લાખ આપ્યાં હતા. જે બેન્કમાં ડિપોઝિટ કરાવતા બાઉન્સ થયાં હતા. જેથી બિઝનેસમેને ઠગ ત્રિપુટી સામે છેતરપિંડીની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
સુસેન તરસાલી રિંગ રોડ પર આવેલી અશ્વિન પાર્ક સોસાયટીમાં રહેતા કિર્તિભાઇ ધનજીભાઇ પંચાલે નોંધાવેલી ફરિયાદ મુજબ દિપક મનફરાવ કાલે, દિપ ભરત પોપટ તથા તરુણકુમાર મોરલીધર રાઠીએ ભેગા મળીને તરસાલી રિંગ રોડ પર કારેલીબાગ વિસ્તારમાં ઓપેલ સ્વેર કોમ્પલેક્ષના ચોથા માળે પર ઓફિસ ખોલી હતી. ત્યારબાદ તેમને પ્રી.આઇ.પી.ઓ. (અનલીસ્ટેડ શેર) રૂ.24.10 લાખ ખરીદવા માટે ભરોસો અપાવ્યો હતો. ત્યારબાદ ત્રિપુટીને રૂપિયા ચુકવી આપ્યા તેમ છતાં તેમના ડીમેન્ટ એકાઉન્ટમાં પ્રી.આઇ.પી.ઓ. ટ્રાન્સફર થયા ન હતા. જેથી કિર્તિભાઇ પંચાલે પ્રથમ આ પ્રી.આઇ.પી.ઓ.ખરીદવા દિપક કાલેનો સંપર્ક કર્યો હતો. જેથી તેઓએ તેમના ઓળખીતા શેર બ્રોકરનું કામકાજ કરતા દિપ ભરત પોપટને કામ આપ્યું હતું.
આ આરોપીએ તેના ઓળખીતા બીજા શેર બ્રોકર તરુણકુમાર રાઠી મળી ત્રણેય આરોપીઓએ ભેગા મળી તરૂણકુમાર રાઠીના કોટક બેન્ક અકાઉન્ટમાં ઓનલાઇન આરટીજીએસથી રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા. પરંતુ તેમને 1100 પ્રી.આઇ.પી. ઓ.મળ્યાં ન હતા કે તેમના આપેલ રૂપિયા પણ આ ત્રિપુટીએ પરત કર્યાં ન હતા. જેથી તેઓએ ત્રિપુટીને આપેલા રૂપિયા પરત માંગણી કરી હતી. ત્યારે તેઓએ તેમને તરુણકુમાર રાઠીના કોટક બેન્ક અકાઉન્ટનો રૂ. 19 લાખનો ચેક તેમજ બીજા ચેક રૂ.5.10 લાખનો ગત 1 જુલાઇના રોજ આપ્યાં હતા. ત્રિપુટીએ શ્રીસાંઇ લક્ષ્મી એન્જીનીયરીંગના નામથી ચેકો આપ્યાં હતા અને આ ચેક તેઓના કહ્યા મુજબ જણાવેલી તારીખે બેંકમાં ડિપોઝિટ કરાવ્યાં હતા.
પરંતુ બંન્ને ચેક તેઓના એકાઉન્ટમાં અપુરતા બેલેન્સના કારણે બાઉન્સ થયા હતા. જેથી પ્રી.આઇપીઓ શેરમાં રોકાણ કરવા પેટે રૂ.24.10 લાખની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. પરંતુ આ રૂપિયા વારંવાર માગણી કરવા છતાં તેમણે પરત કર્યાં નથી કે શેર પણ તેમને આપ્યા નહતા. જેથી પોલીસે ત્રિપુટી સામે છેતરપિંડીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.