Vadodara

શહેરમાં એક મહિલા અને પુરુષ મળી બે લોકોએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

જૂનીગઢીમા આડા વહેમમાં મહિલાએ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

લક્ષ્મીપુરા વિસ્તારના યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખાના હૂક સાથે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

( પ્રતિનિધિ) વડોદરા તા. 27

શહેરના બે અલગ અલગ સ્થળોએ એક મહિલા તથા એક પુરુષે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોય સ્થાનિક પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જૂનીગઢી વિસ્તારમાં ત્રણ દીકરીઓની માતાએ આડા સંબંધ ના ઝઘડામાં ઘરે ફાંસો ખાધો

શહેરના જૂનીગઢી વિસ્તારમાં આવેલા હરિજનવાસમાં દક્ષાબેન મહેશભાઇ સોલંકી નામના આશરે 46 વર્ષીય મહિલા રહેતા હતા અને કોર્પોરેશનમાં સફાઇ કર્મી તરીકે ફરજ બજાવતા હતા તેમના પતિ મહેશભાઇ ઠાકોરભાઇ સોલંકી પણ વડોદરા મહાનગરપાલિકામાં સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવે છે.બંનેના દાંપત્યજીવન ને 23 વર્ષના સમયગાળામાં ત્રણ દીકરીઓ છે જેમાં બે દીકરીઓની સગાઇ અને લગ્નની વાત હાલમાં ચાલી રહી છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આડા સંબંધ મુદ્દે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પત્નીને પરપુરુષ સાથે આડા સંબંધને પગલે પતિ દ્વારા અગાઉ છૂટાછેડા માંગવામાં આવ્યા હતા. ત્રણ મોટી છોકરીઓ હોવા છતાં પત્ની પોતાના પ્રેમી સાથે એક મહિના અગાઉ જતી રહી હતી પરંતુ સમાજ અને દીકરીઓના ભવિષ્યને કારણે પતિ પત્નીને લ ઇ આવ્યો હતો પરંતુ પત્નીએ સુધરવાનું નામ ન લેતાં પતિ દ્વારા પત્ની સાથે ઝઘડો થયા કરતો હતો જેથી પત્ની ને છૂટાછેડા આપી દેવા દબાણ કરાતાં આ કંકાશથી કંટાળીને આવેશમાં આવીને શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ દક્ષાબેન મહેશભાઇ સોલંકીએ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.સમગ્ર મામલાની જાણ થતાં સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

લક્ષ્મીપુરા વિસ્તારના યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

શહેરના લક્ષ્મીપુરારોડ વિસ્તારમાં આવેલા બંધન પાર્ટી પ્લોટ સામેના દર્પણ પ્લાઝામા મકાન નંબર 204 માં પરિવાર સાથે રહેતા નિખિલ રાજેશભાઇ પારેખ નામના 35 વર્ષીય યુવકે ગત તા. 26-06-2025 ના રોજ સાંજે આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.બનાવની જાણ થતાં પરિવારજનોએ 16:50 કલાકે સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે લઇને ગયા હતા જ્યાં તાત્કાલિક વિભાગમાં ફરજ પરના તબીબોએ નિખિલને મૃત જાહેર કર્યો હતો.સમગ્ર મામલે લક્ષ્મીપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે ખસેડી તપાસ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top