Vadodara

સ્માર્ટ પાલિકા તંત્રના સ્માર્ટ અધિકારીઓનું બુદ્ધિ પ્રદર્શન! પ્રતાપનગર બ્રિજ ઉતરતા ડિવાડર પર જ નવું ડિવાઇડર બનાવી દીધું..

વડોદરા મહાનગરપાલિકા તંત્ર સ્માર્ટ સિટીની વાતો કરે છે પરંતુ સ્માર્ટ પાલિકા તંત્રના અધિકારીઓ તથા ઇજનેરો કેટલા સ્માર્ટ છે તેના બુદ્ધિપ્રદર્શનનો એક નમૂનો તાજેતરમાં જોવા મળી રહ્યો છે. શહેરના પ્રતાપનગર બ્રિજ ઉતરતા જૂના ડિવાઇડર ઉપર જ નવું ડિવાઇડર તૈયાર કરી દેવામાં આવ્યું,ખરેખર કોઇ ડિવાઇડરની મજબૂતી ત્યારે જ ટકી રહે છે જ્યારે તેને મૂળ પાયામાંથી ખોદીને લગાવવામાં આવે પરંતુ અહિંયા સ્માર્ટ અધિકારીઓ અને ઇજનેરોના માર્ગદર્શન હેઠળ કોન્ટ્રાકટર દ્વારા જૂના ડિવાઇડર કાઢ્યા વિના જ જૂના ડિવાઇડર ઉપર જ નવું ડિવાઇડર બનાવી દેવાયું છે જેના કારણે તે ડિવાઇડરના ટકાઉપણા પર પણ સવાલો થઇ રહ્યાં છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા વારંવાર આ રીતે પાલિકાની તિજોરીમાંથી ખર્ચ કરવો કેટલો યોગ્ય છે? બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા અવારનવાર રોડ,બ્રિજ પર રિસર્ફેસિગ તથા કાર્પેટિગ કરતાં ડિવાઇડર પણ રોડ નીચે દબાઇ ગયા છે જેના કારણે ફરી વાર પાલિકા તંત્રે ડિવાઇડર માટે ખર્ચ કરવાની નોબત આવે છે જે લાંબા ગાળાના આયોજન તથા યોગ્ય ડિઝાઇનના અભાવે પાલિકાની તિજોરીમાંથી ખર્ચ કરવો પડે છે. કોન્ટ્રાકટર દ્વારા કરાતી કામગીરીનું યોગ્ય મોનિટરીંગ ન કરાતાં કોન્ટ્રાકટર દ્વારા વેઠ ઉતારતી અથવાતો તકલાદી કામગીરી કરવામાં આવતી હોય છે જેના કારણે વારંવાર આવી કામગીરી કરવી પડે છે જેના કારણે કોન્ટ્રાકટર તથા તેના કેટલાક મળતિયાઓને ફાયદો થાય છે.

Most Popular

To Top