દાહોદ :
દાહોદ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાલોદ તાલુકામાં ઘણા ગામોમાં વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે આજે દાહોદ જિલ્લામાં વહેલી સવારથીજ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. પવનના સુસવાટા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને મહદઅંશે ગરમીથી રાહત મળી હતી. તો બીજી તરફ ઝાલોદમાં ઘણા ગામોમાં પવનના સુસવાટા સાથે વરસાદ પણ પડ્યો હતો. જેમાં ઝાલોદના લીમડી, કારઠ, વરોડ સહિત વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. તો બીજી તરફ એમપીએમસી જેવા વિસ્તારોમાં અનાજનો જથ્થો પણ પલળી જતાં વેપારીઓમાં દોડધામ મચી હતી.
—————————————————