Vadodara

વડોદરાઃ નાગરવાડાની યુવતીને છેડનાર વિધર્મી યુવકની આ કાયદા હેઠળ અટકાયત કરાઇ

વડોદરા: નાગરવાડામાં  હિન્દુ યુવતીનો પીછો કરી એક વર્ષથી સંબંધ બાંધવા દબાણ કરવા સાથે બળજબરી કરી  એસિડ નાખવાની ધમકી આપનાર આરોપી વિધર્મી યુવકની શહેર પોલીસ કમિશનરના આદેશથી પીસીબી શાખાએ પાસા હેઠળ અટકાયત કરીને તેને પોરબંદરની જેલમાં મોકલી આપ્યો છે.

તાજેતરમાં નાગરવાડામાં સામે આવેલા લવ જેહાદના કિસ્સા બાદ મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીનો એક વર્ષથી પીછો કરી જબરજસ્તી કરતાં ખળભળાટ મચ્યો છે.  જાન્યુઆરી 2020થી નાગરવાડા વિસ્તારમાં આવેલી ટેલરની દુકાન પર ડ્રેસનું કાપડ લેવા જતી હતી.

તે સમયે નવાબવાડામાં આવેલા નિશાંત કોમ્પ્લેક્સની ગલીમાં રહેતો ફૈઝલ તેનો પીછો કરતો હતો. ફૈઝલ તેને પ્રેમજાળમાં ફસાવવા માટે સતત દબાણ કરતો હતો. ફૈઝલે યુવતીના ઘરના સભ્યોને નુકસાન પહોંચાડવાની ધમકી આપતાં યુવતી ગભરાઈ ગઈ હતી.

ત્યારબાદ યુવતીના મોબાઈલ પર પણ ફૈઝલ સતત ફોન કરી તેને પરેશાન કરતો હતો અને સોશિયલ મીડિયા પર કોલિંગથી ફોન કરી મિત્રતા રાખવા કનડગત કરતો હતો. ગત 9મી જાન્યુઆરીએ બપોરે યુવતી ઘી કાંટા રોડ પરથી જઇ રહી હતી તે સમયે ફૈઝલે પીછો કર્યો હતો.

ઘી કાંટા રોડ પર ચાવાળાની દુકાનની ગલી સુધી આવી યુવતીને રોકી હતી અને હાથ પકડી છેડછાડ કરી હતી. તેણે તું જો મારી સાથે સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. બનાવ બાદ યુવતીએ છેલબટાઉ ફૈઝલની હરકતોનો જવાબ આપવા માટે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેના આધારે કારેલીબાગમાં પોલીસે છેડતી અને ધમકી આપવા અંગે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો.

ફૈઝલ ઘાંચીનો ગુનાહિત ભૂતકાળ

યુવતી સાથે જબરજસ્તી કરનાર નવાબવાડાનો ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબ ઘાંચી ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ કારેલીબાગ પોલીસ મથકમાં મારામારી અને ઘમકી આપવાના ગુનાઓ નોંધાયા છે. ગુનાહીત ભૂતકાળ ધરાવતા આરોપી ફૈઝલ ઉર્ફે ફૈઝુ ઐયુબ ઘાચીની પીસીબી શાખાએ પાસા હેઠળ ધરપકડ કરીને તેને પોરબંદરની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top