દાહોદજિલ્લાના તોયની પ્રાથમિક શાળાની ઘટનાના આરોપીને પોલીસ દ્વારા કોર્ટમા રજુ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા
આરોપી આચાર્ય નો કેસ લડવા માટે કોઈ વકીલ આવ્યા ન હતા જેથી ખુદ કેસ લડ્યા
આરોપી આચાર્યને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં આવેલ તોયણી પ્રાથમીક શાળાના આચાર્ય દ્વારા ધોરણ ૦૧માં અભ્યાસ કરતી ૦૬ વર્ષિય માસુમ બાળા સાથે શારિરીક અડપલાં કરી બાળાએ બુમાબુમ કરી મુકતા આચાર્ય દ્વારા માસુમ બાળકીનું મો દબાવી મોતને ઘાટ ઉતારી શાળામાં બાળકીના મૃતદેહને નાંખી દેતાં આ મામલે ગતરોજ દાહોદ એલસીબી પોલીસ સહિતની ટીમે તપાસના અંતે આચાર્ય ગોવિંદ નટને ઝડપી પાડ્યો હતો. ત્યારે આ બનાવમાં પોલીસે આચાર્યની ફોર વ્હીલર ગાડી કબજે લઈ ફોરેન્સીક માટે મોકલી દઈ તેમજ આચાર્યને મેડીકલ ચેકઅપ માટે પણ લઈ જવામાં આવ્યો હોવાનું તેમજ આ આચાર્યને તાત્કાલિક ધોરણે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.
દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમજ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી મુકનાર બનાવ દાહોદ જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં સીંગવડના તોયણી ગામની પ્રાથમિક શાળામાં ચાર દિવસ પહેલા ધોરણ ૦૧માં અભ્યાસ કરતી ૦૬ વર્ષિય માસુમ બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે પંથક સહિત જિલ્લામાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ત્યારે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યાં બાદ પીએમ રિપોર્ટમાં બાળકીનો શ્વાસ રૂંધાવી દેવાથી બાળકીનું મોત નીપજ્યું હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવતાં પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો. જેમાં દાહોદ એલસીબી પોલીસ સહિતની અલગ અલગ ટીમોએ ટેકનીકલ સોર્ટના માધ્યમથી તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ શાળાના બાળકોની પુછપરછોનો દૌર શરૂ કરતાં આખરે આ બાળકીની હત્યા કરનાર આચાર્ય ગોવિંદ નટ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આચાર્ય ગોવિંદ નટની ઘનિષ્ઠ પુછપરછ કરતાં આચાર્ય ભાંગી પડ્યો હતો. તેણે કબુલ્યું હતું કે બાળકીની માતાએ પોતાની ફોર વ્હીલર ગાડીમાં બાળકીને શાળાએ જવા માટે બેસાડી હતી અને રસ્તામાં બાળકી ઉપર પોતાની નજર બગડતા ગાડીમાં માસુમ બાળકી સાથે શારિરીક અડપલા કર્યા હતા. જેને પગલે બાળકીએ બુમાબુમ કરતાં આચાર્યએ બાળકીનું મો દબાવી મોત નીપજાવ્યું હતું. ત્યારે બાદ બાળકીને પોતાની ફોર વ્હીલર ગાડીમાં પાછળની સીટમાં મુકી દઈ ગાડી લઈ શાળાએ આવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાની હકીકત સામે આવતાં જિલ્લાભરમાં આચાર્ય સામે ફીટકારની લાગણી વરસી હતી. ત્યારે આજરોજ પોલીસે આચાર્ય ગોવિંદ નટને મેડીકલ ચેકઅપ માટે નજીકના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો અને ગુન્હામાં વપરાયેલી ફોર વ્હીલર ગાડી પણ પોલીસે કબજે કરી ફોર વ્હીલર ગાડીને ફોરેન્સીક લેબ ખાતે મોકલી આપી હતી. ત્યારે ઘટનાની પડધા શિક્ષણ આલમમાં પડતા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે આચાર્ય ગોવિંદ નટને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
દાહોદ: બાળાની હત્યા કરનાર આચાર્યને ચાર દિવસના રિમાન્ડ
By
Posted on