દાંડીયાપુરાના યુવકને કાળ ભરખી ગયો, બાઈક ચાલક 100 ફુટ ઢસડયો
વાઘોડિયાના તવરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક ડમ્પરના વ્હિલ નીચે આવી જતા બાઈક સાથે 100 ફુટ સુઘી ઢસડયો હતો. શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તાલુકાના દાંડિયાપૂરા ગામે રહેતાં અશ્વિન ચતુરભાઈ વસાવા ઉ. આશરે (33) નુ દોઢ વર્ષ અગાઉ વેજલપુર ખાતે લગ્ન થયેલું હતું. સંતાનમાં છ મહિનાનો એક દીકરો છે . યુવક ઘરેથી નોકરી જવા નીકળ્યા હતા ત્યારે વાઘોડીયા – ખેરવાડી રોડ પર તવરા ગામ પાસેની કેનાલ પરથી રોડ પર આવતા ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક સાથે યુવક ડમ્પર નીચે આવી જતાં 100 ફુટ સુઘી ઢસડાયો હતો. આ યુવકને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ડમ્પર ચાલક ધટના સ્થળેથી ડમ્પર મુકી ભાગી છૂટયો હતો. જેની જાણ વાઘોડીયા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી કરી વઘુ તપાસ હાથ ધરી હતી.
વાઘોડિયા તવરા કેનાલ પાસે ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતાં મોત
By
Posted on