Vadodara

વડોદરા: રણોલીમાંથી બે લાખના હેરોઇન સાથે એક શખ્સ ઝડપાયો

અક્ષર રેસીડેન્સીના સી ટાવરના પાંચમા માળે 510 નંબરના મકાનમાં એસઓજીની રેડ
પ્રતિનિધિ વડોદરા તા.21
વડોદરા શહેરના રણોલી વિસ્તારમાં આવેલા અક્ષર રેસીડેન્સી ટાવરમાં પાંચમા માળે મકાન નંબર 510માં એસઓજીની ટીમે રેડ કરીને બે લાખ ઉપરાંતના હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છુપી રીતે એમડી ડ્રગ્સ હેરોઈન ગાંજો ચરસ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવતું હોય છે. જેથી એસઓજી પોલીસ દ્વારા વારંવાર આવા નસીલા પદાર્થોનું વેચાણ કરનાર શખ્સો સામે સપાટો બોલાવી તેમની ધરપકડ કરી લેવાય છે.
વડોદરા એસઓજીની ટીમ ને 20 જૂનને ગુરુવાર ના રોજ રાત્રિના સમયે વાતમી મળી હતી કે રણોલી વિસ્તારમાં આવેલી અક્ષર રેસીડેન્સીમાં એક શખ્સ હેરોઇનનું છુપી રીતે વેચાણ કરે છે. જેના આધારે એસ ઓ જી પી આઈ વી એસ પટેલ સહિતની ટીમે બાતમી મુજબના અક્ષર રેસીડેન્સીના સી ટાવરના પાંચમા માળ પર આવેલા 510 નંબરના મકાનમાં રેડ કરી હતી. દરમિયાન તે મકાનમાંથી બજસિંગ સરદાર નામનો શખ હાજર મળી આવતા એસ.ઓજીએ તેને સાથે રાખી મકાનમાં સર્ચ કર્યું હતું. દરમિયાન તેના મકાનમાંથી બે લાખની કિંમતનો 40 ગ્રામ હિરોઈનનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી એસોજીએ હિરોઈનનું વેચાણ કરનાર બાજસિંગ સરદારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસઓજી દ્વારા અગાઉ આ આરોપીને નસિલી શિરાપના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. સરદાર હિરોઈનનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવતો હતો ઉપરાંત ક્યાં ક્યાં તેનું વેચાણ કરતો હતો તેની પૂછપરછ હાથ ધરાઇ છે.

Most Popular

To Top