Madhya Gujarat

શિનોરના દીવેર ગામે પતિએ પત્નીની ધારિયાના બે ઘા મારી હત્યા કરી

શિનોર: શિનોર તાલુકાના દિવેર ગામે વાડામાં પાણી ભરતી પત્નીને ઉશ્કેરાયેલા પતિએ ગળાના અને જડબાના ભાગે ધારિયાના બે ઘા મારી સ્થળ પર જ મોત નિપજાવી કરપીણ હત્યા કરી છે. બનાવના સમયે સાસુ સાથેના પુત્ર પર હુમલો કરતા પુત્રને ખેંચી લેતા તેને સાધારણ ઇજા થતાં તેનો આબાદ બચાવ થયેલ છે. હત્યારા પતિને લોકોએ ઝડપી પોલીસને હવાલે કરેલ છે. શિનોર પોલીસે બનાવની ઝીણવટભરી તપાસ હાથ ધરેલ છે.

મળેલી માહિતી મુજબ શિનોર તાલુકાના દિવેર ગામે ટેકરી ફળીયામાં રહેતા જસ્મીનભાઈ શંકરભાઈ પાટણવાડીયાએ છ વર્ષ પહેલા વગુસણ તા.જી. ભરૂચના સીમાબેન સાથે પ્રેમ સંબંધ હોવાથી લગ્ન કરેલા અને તેઓને સંતાનમાં હાલ બે પુત્રો વૈષ્ણવ ઉં. વ. 5 તથા હેનીલ ઉં.વ.2 છે .તારીખ 19 /5/ 2024 ના રોજ સીમાબેન તેમજ જસ્મીનભાઈ પાટણવાડીયા તથા તેમના બંને સંતાનો વગુસણ ગામે ગયા હતા ત્યાં સીમાબેનના ભાઈ ના ઘરે સાંજના સમયે સીમાબેન અને તેના ભાઈને બદનામ કરવાના ઇરાદે ગમે તેમ ગાળો બોલી જસ્મીને ઝઘડો કરેલ અને બીજા દિવસે સવારે કોઈપણ કારણ વગર પત્ની સીમાને ગાળો આપી મારી નાખીશ જીવવા નહીં દઉ તેમ કહી ઝઘડો કર્યો હતો. પિયરથી સીમાબેનને પોતાના સાસુ ચંપાબેનને દિવેર ગામે ફોન કરી જાણ કરતાં જસ્મીનને લઈને દિવેર ઘરે આવી જવા જણાવતાં મોટા દીકરા વૈષ્ણવને મામાના ઘરે મૂકી દિવેર આવી ગયેલ. સાંજના સમયે વાડામાં સીમાબેન પાણી ભરતા હતા અને સીમાબેનના સાસુ ચંપાબેન ચોળીનું શાકભાજી ફોલતા હતા ત્યારે જસ્મીને ધાર્યું લઈ વાડામાં આવતા સીમાબેન ને પૂછયુ કે ધારીયુ લઈ ક્યાં જાઓ છો? તો જણાવેલ કે ઝાડી ઝાંખરા સાફ કરવા જાઉં છું સાસુ વહુએ બંનેએ કહ્યું અત્યારે શું કામ ઝાડી ઝાંખરા સાફ કરવા જાઓ છો? ત્યારે ઉશ્કેરાયેલા જાસ્મીને પોતાની પત્ની સીમાબેનના ગળાના તેમજ જડબાના ભાગે ધારિયાના બે ઘા કરતા લોહી લુહાણ કરી દીધેલ અને ઉશ્કેરાયેલા પતિએ ચંપાબેન પાસે પોતાના પુત્ર હેનીલ પર પણ હુમલો કરતા હેનીલને ચંપાબેને ખેંચી લેતા સામાન્ય ઇજાઓ થયેલ છે. આ હુમલામાં સીમાબેન નું સ્થળ પર કરૂણ મોત નિપજાવતા પતિ એ જ પત્નીની કરપીણ હત્યા કરી છે .બનાવની ફરિયાદ મૃતક સીમાબેન ના ભાઈ મિતેશભાઇ પાટણવાડીયા એ કરેલ છે. જેમાં સીમાબેન પર ખોટા વહેમ રાખીએ અવારનવાર ઝઘડો જસ્મીન કરતો હોવાનું જણાવતા ખોટા વહેમને કારણે પતિએ પત્નીની કરતી હત્યા કરી હોવાની માહિતી આપી છે. હત્યારા પતિને ગામ લોકોએ પકડી પોલીસને હવાલે કરતા શિનોર પોલીસે તેની ધરપકડ કરી બનાવની તપાસ હાથ ધરેલ છે દિવેર જેવા નાના ગામમાં પતિએ જ પત્નીની ધારિયાના ઘા કરી હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે…

Most Popular

To Top