National

કેજરીવાલ જ દિલ્હીના બોસ, સુપ્રીમના ચુકાદા બાદ એક્શનમાં આવ્યા

નવી દિલ્હી: દિલ્હીમાં મુખ્યમંત્રી (Delhi CM) અને લેફ્ટનન્ટ ગવર્નરના (LG) મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Courte) ગુરુવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી સરકાર (Delhi Government) પાસે અધિકારીઓની પોસ્ટ અને ટ્રાન્સફરનો અધિકાર હોવો જોઈએ. મતલબ કે લેફ્ટનન્ટ ગવર્નર નહીં પરંતુ મુખ્યમંત્રી દિલ્હીના અસલી બોસ હશે. આ ઘોષણા પછી દિલ્હી સરકારે સેવા વિભાગને લઈને ઝડપથી કાર્યવાહી કરી છે. સેવા વિભાગના મંત્રી સૌરભ ભારદ્વાજે આશિષ મોરેને દિલ્હીના સેવા સચિવ પદેથી હટાવી દીધા છે. દિલ્હી સરકારનો આ નિર્ણય ઘણો મહત્વનો હોવાનું કહેવાય છે કારણકે અત્યાર સુધી ઉપરાજ્યપાલની સંમતિ વિના સરકાર માટે શક્ય નહોતું.

વાસ્તવમાં, કેન્દ્ર સરકારે 2021માં ગવર્નમેન્ટ ઑફ NCT ઑફ દિલ્હી એક્ટ (GNCTD એક્ટ)માં સુધારો કર્યો હતો. જેમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને કેટલીક વધુ સત્તાઓ આપવામાં આવી હતી. આ કાયદા વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ (AAP) સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (GNCTD) એક્ટ, 1991 દિલ્હીમાં વિધાનસભા અને સરકારની કામગીરી માટે એક માળખું પ્રદાન કરવા માટે અમલમાં છે. 2021માં કેન્દ્ર સરકારે તેમાં સુધારો કર્યો હતો. જેમાં લેફ્ટનન્ટ ગવર્નરને વધારાની સત્તા આપવામાં આવી હતી. સુધારા મુજબ ચૂંટાયેલી સરકાર માટે કોઈપણ નિર્ણય માટે એલજીનો અભિપ્રાય લેવો ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. જેને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશે બંધારણીય ખંડપીઠનો ચુકાદો આપતાં કહ્યું કે દિલ્હી સરકારની શક્તિઓને મર્યાદિત કરવા માટે કેન્દ્રની દલીલોનો સામનો કરવો જરૂરી છે. NCTD એક્ટની કલમ 239aa અધિકારોની ખૂબ જ વિશાળ શ્રેણીને વ્યાખ્યાયિત કરે છે. 239aa વિધાનસભાની સત્તાઓને પણ યોગ્ય રીતે સમજાવે છે. જેમાં ત્રણ વિષયોને સરકારના અધિકારક્ષેત્રની બહાર રાખવામાં આવ્યા છે.

CJIએ કહ્યું, આ તમામ જજોની સહમતિથી બહુમતીનો નિર્ણય છે. આ માત્ર સેવાઓ પર નિયંત્રણની બાબત છે. CJIએ કહ્યું, અમારી સામે સીમિત મુદ્દો એ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં સેવાઓ પર કોનું નિયંત્રણ રહેશે? 2018નો ચુકાદો આ મુદ્દે સ્પષ્ટતા પ્રદાન કરે છે પરંતુ કેન્દ્ર દ્વારા ઉઠાવવામાં આવેલી દલીલોનો સામનો કરવો જરૂરી છે. કલમ 239AA વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે.

CJIએ કહ્યું, NCT સંપૂર્ણ રાજ્ય નથી. આવી સ્થિતિમાં રાજ્ય પ્રથમ યાદીમાં આવતું નથી. NCT દિલ્હીના અધિકારો અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા છે. CJIએ કહ્યું, વહીવટને GNCTD ના સંપૂર્ણ વહીવટ તરીકે સમજી શકાય નહીં. અન્યથા ચૂંટાયેલી સરકારની શક્તિ નબળી પડી જશે.

Most Popular

To Top