Vadodara

હૈદરાબાદ પ્રેસમાંથી વડોદરામાં પેપર આવ્યું કેવી રીતે?

વડોદરા: વડોદરા પેપર ફૂટવાની ઘટના મા એપી સેન્ટર બનતા કહેવાતી શિક્ષણ નગરી ની આબરૂ ના લીરેલીરા ઉડ્યા છે. આ ઘટના મા વડોદરા પેપર કેવી રીતે વડોદરા પહોંચ્યું તે પણ જાણવા જેવું છે પ્રદિપ નાયક અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાં આવેલા પેપર લીક કેસ પણ સંડોવાયેલો છે. ગુજરાતમાં ભરતીપ્રક્રિયા પારદર્શી રીતે થાય તે માટે સરકારની વિવિધ એજન્સીઓ કાર્યરત કરી દેવામાં આવી હતી. આજે સવારે જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. ગતરાત્રે વડોદરામાં ગુજરાત એ.ટી.એસ દ્વારા હાથ ધરવામાં આવેલુ વહેલી સવાર સુધી ચાલ્યું હતુ. જેમાં 16 આરોપીઓની અટકાયત કરવામાં સફળતા મળી છે.

ગુજરાતમાં યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે રાજ્યની તપાસ એજન્સીઓ કામે લાગી હતી. જેમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાં આવેલ પરિક્ષાના પેપર લીક કેસમાં સંડોવાયેલ ભાસ્કર ચૌધરી તથા કેતન બારોટ સહિત અગાઉ પેપર લીક કેસમાં સંડોવાયેલ અન્ય ઇસમો ઉપર વિશેષ વોચ રાખી હ્યુમન તથા ટેક્નીકલ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યા હતા. જે અંતર્ગત ગુજરાત એ.ટી.એસ.ના અધિકારી/કર્મચારીઓની અલગ- અલગ ટીમો બનાવી રાજ્યના અલગ-અલગ જીલ્લાઓ જેમ કે, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા વિગેરે જીલ્લાઓ કે જ્યાં અગાઉ આવા ગુનાઓ બન્યા હોય ત્યાં તકેદારીના ભાગરૂપે રવાના કરવામાં આવ્યા હતા, તથા બે ટીમો અમદાવાદ ખાતે સ્ટેન્ડ-ટુ રાખવામા આવી હતી.

દરમ્યાન  ગુજરાત એ.ટી.એસ.ને બાતમી મળી કે, ‘ઓડીશા રાજ્યનો એક શખ્સ પ્રદીપ નાયક, અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાં આવેલ પેપર લીક કેસમાં સંડોવાયેલ ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ સાથે મળી તા.29/01/2023 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ3 ની પરિક્ષાનું પેપર વડોદરા ખાતે છાત્રોને વેચવાના પ્રયાસો કરવાના છે.

આ અંગે ગુજરાત એ.ટી.એસ.ની ટીમે સુરત ક્રાઇમ બ્રાંચની વિશેષ મદદ લઈ વડોદરામાં એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખી મુખ્ય આરોપી પ્રદીપકુમાર બિજયા નાયક, (રહે. ગંજમ, ઓડીસા,) કેતનભાઇ બળદેવભાઇ બારોટ (રહે. નાના ચિલોડા, અમદાવાદ) તથા ભાસ્કર ગુલબાચંદ ચૌધરી, (રહે. છાણી, વડોદરા, મુળ વતન બિહાર) સહિત અન્ય આરોપીઓની તા. 29/01/2023 ના રાત્રે દોઢ વાગે છાત્રોને પેપર વેંચણી કરતા પહેલા પકડી પડ્યા હતા. આરોપીઓ પાસેથી તપાસ કરતા મળી આવેલ પેપરના પ્રશ્નો બાબતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ મારફતે ખાતરી કરતા પેપર તા. 29/01/2023 ના રોજ યોજાનાર પરિક્ષાના પેપરના પ્રશ્નો સાથે મળતા આવ્યાં હતા.

સમગ્ર મામલાના માસ્ટર માઇન્ડ પ્રદીપ નાયકની ગુજરાત એ.ટી.એસ દ્વારા પ્રાથમીક પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તેને આ પેપર મુળ ઓડીશાના જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહાએ હૈદરાબાદ ખાતેની કે.એલ હાઇ-ટેક પ્રેસ કે જ્યાં તે નોકકરી કરે છે, ત્યાંથી પૈસાની લાલચમાં લાવી આપેલુ છે. જેને બાદમાં પ્રદીપ દ્વારા ઓડીશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના એક મિત્ર સરોજનો સંપર્ક કર્યો હતો. જેણે આ પેપર તેના સાગરીતો મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુકુમાર, પ્રભાત તથા મુકેશકુમાર, (તમામ રહે બિહાર) દ્વારા ગુજરાતમાં વેચાણ કરવા સારૂની ચેનલ ગોઠવી આપી હતી. જે આધારે મિન્ટુકુમાર દ્વારા વડોદરા ખાતેની Pathway Education Service ના એમ.ડી. તથા વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર એગ્ઝામ સેંટર ચલાવતા મુળ રહેવાસી બિહારના ભાસ્કર ગુલાબચંદ ચૌધરી (હાલ રહે. વડોદરા) તથા અમદાવાદ ખાતે દિશા એજ્યુકેશન ના એમ.ડી. કેતનભાઇ બળદેવભાઇ બારોટ (રહે. વડોદરા)નો સંપર્ક કર્યો હતો.

જે અંગે ભાસ્કર તથા કેતન દ્વારા આ બાબતે તૈયારી દર્શાવતા ઉપરોક્ત તમામ આરોપીઓ ઓડીશા તથા બિહાર ખાતેથી વડોદરા આવવા રવાના થયા હતા. તથા મુળ ઓડીશા અને હાલ સુરતમાં રહેતા નરેશ મોહન્તીને પણ સાથે રાખ્યો હતો. દરમ્યાન ભાસ્કર તથા કેતન દ્વાર તેઓના ગુજરાત ખાતેના અન્ય એજન્ટો નામે હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ તથા રાજ બારોટ નાઓને પણ વડોદરા ખાતે બોલાવી લીધા હતા. તમામ આરોપીઓ વડોદરા ખાતેની ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ઉપર ભેગ થયા હતા. જ્યાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા સુરત ક્રાઇમ બ્રાંચ તથા વડોદરા એસ.ઓ.જી.ની ટીમોને સાથે રાખી કમ્પનીની ઓફીસ ઉપર રેઇડ કરી હતી. જેમાં તમામ આરોપીઓને લીક થયેલ પેપર સાથે પકડી પાડવામાં આવ્યાં હતા. જે અંગે ગુજરાત એ.ટી.એસ. ખાતે ઇ.પી.કો. કલમ 406, 409, 420 તથા 120(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Most Popular

To Top