National

ઉત્તરાખંડ બસ અકસ્માતમાં 25નાં મોત, ફ્લેશ લાઈટમાં રેસ્ક્યુ ઓપરેશન કરાયું

ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)ના પૌડી(Pauri) ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે જાનૈયાથી ભરેલી બસ(Bus) 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં લગભગ 45 થી 50 લોકો સવાર હતા. ઘટનાની માહિતી મળતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. SDRFની ચાર ટીમો અહીં બચાવ કાર્યમાં લાગેલી છે. આ અકસ્માત(Accident) માં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે, જ્યારે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને અત્યાર સુધીમાં 21 લોકોને બચાવી લેવાયા છે.

25 લોકોના મોત થયા
DGPએ કહ્યું હતું કે, “ગઈ રાત્રે પૌડી ગઢવાલના બિરખાલ વિસ્તારમાં થયેલા બસ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. પોલીસ અને SDRFએ ગઈકાલે રાત્રે 21 લોકોને બચાવ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.” બસ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. SDRFની 4 ટીમો સ્થળ પર હાજર છે.

ફ્લેશ લાઈટથી લોકોને બચાવાયા
કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર,સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ અંધારાના કારણે બચાવકર્મીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અકસ્માત સ્થળે કોઈ લાઇટિંગ ન હતી અને ગામના રહેવાસીઓ તેમના મોબાઇલ ફોનની ફ્લેશલાઇટની મદદથી બસમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ વાહન લાલધાંગથી બિરોનખાલના એક ગામ તરફ જઈ રહ્યું હતું ત્યારે લગ્ન સમારોહના મહેમાનોને લઈ જતી બસ સિમરી મોર પાસે અથડાઈ હતી.

સીએમએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું, “લગભગ 45 લોકોથી ભરેલી બસની પૌરી જિલ્લાના સિમડી ગામ પાસે થયેલા દુ:ખદ બસ દુર્ઘટનાની ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી સમીક્ષા દરમિયાન, સંબંધિત અધિકારીઓ પાસેથી ઘટના વિશે વિગતવાર માહિતી લેવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ પૌરી સાથે ફોન દ્વારા વાત કરી અને રાહત અને બચાવ કાર્યને સંપૂર્ણ તકેદારી સાથે હાથ ધરવા સૂચના આપી. સરકારી સ્તરેથી તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને રાહત માટે ટીમો મોકલવામાં આવી છે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ કહ્યું કે ઉત્તરાખંડના પૌડીમાં થયેલ બસ દુર્ઘટના હૃદયને હચમચાવી દેનારી છે. આ દુઃખદ સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જે લોકો ઘાયલ થયા છે તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. બચાવ કાર્ય ચાલુ છે. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.

Most Popular

To Top