Vadodara

મંગલમહુડી પાસે ગૂડ્ઝ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યાં

દાહોદ: લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામે આજે મધરાત્રી બાદ દિલ્હી – મુંબઈ મુખ્ય રેલમાર્ગ ઉપર પાટા ઉપરથી માલગાડીના ૧૬ જેટલા ડબ્બા ખડી પડતા અકસ્માત સર્જાયો હતો. ડબ્બા એકબીજા ઉપર ચડી જતા રેલવેને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું. તેથી મુંબઈ દિલ્હી લાઈનનો રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો અને ૨૭ જેટલી ટ્રેનો ડાયવર્ટ કરાઈ હતી તો પાંચ ટ્રેનો રદ કરવામાં આવી હતી. લીમખેડા તાલુકામાં આવેલા મંગલ મહુડી ગામ પાસે દિલ્હી મુંબઈ રેલમાર્ગ ઉપર આજે મધરાત બાદ પોણા એક વાગ્યાના સુમારે માલગાડી પાટા ઉપરથી ખડી પડતા અકસ્માત સર્જાયો હતો. લીમખેડા નજીક મંગલ મહુડી પાસે અપલાઈન ઉપર મધ્યપ્રદેશના રતલામથી એક માલગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી.

ત્યારે મધરાત બાદ પોણા એક વાગ્યાના સુમારે રસ્તામાં મંગલ મહુડી ગામ પાસે પહોંચતા અચાનક કોઈ અગમ્ય કારણોસર માલગાડીના ૧૬ જેટલા ડબ્બા પાટા ઉપરથી ખડી પડ્યા હતા. માલગાડીના ૧૬ ડબ્બા એકબીજા ઉપર ચડી જતા રેલવે લાઈનને ભારે નુકસાન થયું હતું. તેથી દિલ્હી વચ્ચેનો રેલ વ્યવહાર ખોવાયો હતો. જેને લઇને રેલ વિભાગ દ્વારા ૨૭ જેટલી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે પાંચ ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. ઘટનાને પગલે રતલામ ડિવિઝનના ડી આર એમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના કઈ રીતે બની તે દિશામાં તપાસ હાથ ધરી છે.જ્યારે રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી.

જાે પેસેન્જર ટ્રેન હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. પરંતુ સદનસીબે માલગાડી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્‌‌સ ટ્રેનના ૧૬ ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. જાેકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતને લઇને ૨૭ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે જ્યારે ૪ ટ્રેન રદ્દ કરાઇ છે.

Most Popular

To Top