Vadodara

વડોદરાના નટુભાઈ સર્કલ પાસે ઓવરટેક કરવા મુદ્દે થયેલી તકરારમાં રીક્ષા ચાલકે ફટકો મારતા યુવકનું માથું ફાટી ગયું

લોહી લુહાણ હાલતમાં બાઈક ચાલકને સારવાર માટે ખસેડાયો

પ્રતિનિધિ દ્વારા વડોદરા તા.14
વડોદરાના નટુભાઈ સર્કલ પાસે ઓવરટેક કરવા મુદ્દે રીક્ષા અને બાઇક ચાલક વચ્ચે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી. સામાન્ય બાબતે થયેલી તકરાર વધુ ઉગ્ર બનતા રીક્ષા ચાલકે રિક્ષામાંથી કોઈ હથિયાર કાઢી બાઈક સવારના માથામાં ફટકો મારી દીધો હતો. જેના પગલે તેનું માથું ફાટી જતા લોહી લુણ હાલતમાં ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું જાણવા મળ્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ રિક્ષાની તોડફોડ કર્યા બાદ ઊંધી વાળી દીધી હતી. રોડ પર થયેલી બબાલના કારણે ટ્રાફિકજામ સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે ઓવરટેક કરવા બાબતે બાઈક અને રીક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને જણા ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા જોતજોતામાં મામલો એટલી હદે વધુ ઉગ્ર બન્યો હતો કે ચાલકે રિક્ષામાંથી કોઈ હથિયાર કાઢીને યુવકને માથામાં ફટકો મારી દીધો હતો. રસ્તા પર થયેલી બબાલને પગલે લોક ટોળા ભેગા થઈ ગયા હતા. બાઈક ચાલક પર કરાયેલા હુમલાના પગલે યુવક લોહી લુહાણ થઈ ગયો હતો અને લોકો દ્વારા ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રીક્ષા ચાલક દ્વારા કરાયેલા હુમલાના કારણે લોકોનું ટોળું ઉશ્કેરાયું હતું અને રિક્ષાની તોડફોડ કર્યા બાદ ઊંધી વાળી દીધી હતી. ઉપરાંત રસ્તા પર થયેલી મારપીટના કારણે વાહન ચાલકો ઉભા રહી જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસને જાણ થતા કાફલો દોડી આવ્યો હતો અને ટ્રાફિક કલિયર કરવા સહિત કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top