Vadodara

પંચકોશી પરિક્રમા કરવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ મોટર માર્ગે પરિક્રમા કરી શકશે 

  • તંત્ર દ્વારા સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવાયો 
  • મ.પ્ર અને મહારાષ્ટ્રની વીજ માગ સંતોષવા પાણી છોડાતા પરિક્રમા ઉપર બ્રેક લાગી 

ચૈત્ર મહિનામાં કરવામાં આવતી પંચકોશી પરિક્રમાના હવે જૂજ દિવસો બાકી છે તે પહેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વીજ માગને સંતોષવા માટે ટર્બાઇન  ધમધમતા કરવા  માટે 30  ક્યુસેક પાણી છોડવામાં આવતા પરિક્રમા પર બ્રેક લગાવામાં આવી છે. જો કે આગામી બે – ત્રણ દિવસમાં આ પરિક્રમા પુનઃ શરુ થાય તેવી શક્યતાઓ છે. હાલ મોટર માર્ગે પરિક્રમા થઇ રહી છે. 

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વીજ માંગ સંતોષવા નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ 30 હજાર ક્યુસેક પાણી છોડતા પંચકોશી પરિક્રમાના અંતિમ દિવસોમાં જ શ્રદ્ધાળુઓની આસ્થા પર પાણી ફરી વળ્યું છે. પાણી છોડતા મંગળવારે મોડી રાતે સપાટીમાં 4 મીટર જેટલો વધારો થવાની શક્યતાઓ છે. ત્યારે હાલમાં પગપાળા થઇ રહેલી પરિક્રમા ઉપર બ્રેક લાગી છે. જો કે મંગળવારે મોટર માર્ગે પરિક્રમા કરાવવામાં આવી હતી. સાધુ સંતો સાથે જિલ્લા કલેક્ટર શ્વેતા તિવેટિયા દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું અને અકતેશ્વરથી પોઇચા માર્ગ ઉપર મોટર માર્ગે પરિક્રમા કરાવવામાં આવી હતી. આ પરિક્રમા 8 મે ના રોજ પૂર્ણ થશે તે પહેલા અંતિમ બે ત્રણ દિવસોમાં પુનઃ પરિક્રમા શરુ થાય તેવી શક્યતા છે. 


સ્થળ નિરીક્ષણ કર્યું છે બોટ શરુ કરાય તેવા પ્રયાસો છે. 

પરિક્રમા હાલમાં મોટર માર્ગે ચાલે છે. પાણી છોડતા સુરક્ષાના ભાગરૂપે પગપાળા જવું શક્ય નથી. જેટીનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ વધુ પાણી છોડવાના કારણે જેટી પણ ડુબાણમાં છે. આગામી દિવસોમાં તંત્ર પ્રયાસો કરી રહ્યું છે કે પરિક્રમા શરુ થાય – શ્વેતા તીવેટિયા, કલેક્ટર, નર્મદા 

Most Popular

To Top