Vadodara

દુષ્કર્મ આચરનાર વિધર્મીને વીસ વર્ષની સખ્ત કેદની સજા અને પચાસ હજારનો દંડ આપતી સાવલી કોર્ટ

સગીર વયે આકર્ષણ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ સગીરાને ભારે પડયો.

સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવ્યા બાદ યુવકે કમાટીબાગમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

વડોદરા:સોશ્યલ મીડિયા પર વધારે ફોલોઅર્સ હોવાથી તેમજ શાળામાં ભણતી વિધર્મી વિદ્યાર્થીની દ્વારા યુવકને ભોગ બનનાર સગીરાનો નંબર આપીને મિત્રતા કરાવી હતી. બાદમાં દરરોજ ફોન પર વાતચીત કર્યા બાદ અચાનક યુવક સાવલી ખાતે આવીને સગીરાને ફોસલાવી ફરવા માટે કમાટીબાગ ખાતે લઇ ગયો હતો જ્યાં તેને ઝાડી – ઝાંખરામાં લઇ જઈને દુષ્કર્મ આચરતા સાવલી કોર્ટે આરોપી હમ્મદ તોહીદ ઉર્ફે કાસીફ મોહમ્મદ સલીમ રંગરેજ ને 20 વર્ષની સખત કેદની સજા તેમજ 50 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.

વર્ષ 2021 – 22 માં વડોદરા ખાતે નો સૌથી ચકચાર મચાવે તેવો બનાવ એટલે કમાટીબાગમાં વિધર્મી યુવક દ્વારા સગીરા પર આચરવામાં આવેલો બળાત્કાર. આ ઘટના બાદ શહેર પોલીસ પણ એક્ટિવ બની હતી અને થોડા સમય માટે કમાટી બાગમાં ફરવા જતી સહેલાણીઓ પાસેથી આધાર પુરાવો માંગીને તેમજ તેની ચોક્કસપણે તપાસ કરીને પછી જ પ્રવેશ કરવા દેવામાં આવતો હતો તે સિવાય પણ કમાટીબાગમાં વિવિધ સ્થળે સિક્યોરિટી ગાર્ડ દ્વારા આંટા મારવામાં આવતા હતા અને જો કોઈ જાડી ઝાંખરામાં દેખાય તો તેની સામે તાત્કાલિક એક્શન લેવામાં આવતી હતી. ત્યારબાદ હવેથી વિવિધ તહેવારોમાં પોલીસ એક્ટિવ બનીને ચકાસણી કરતી રહેતી હોય છે. ત્યારે ગત વર્ષ 2021 22 માં સાવલીમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવ્યા બાદ સતત બે વર્ષથી મેસેજ કોલ પર વાત કરીને તેની સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં તેને બ્લેકમેલ કરીને તેના ઘરનું એડ્રેસ મેળવ્યું હતું અને સાવલી ખાતે તેને યુવક મળવા ગયો હતો પોતે માલ એ તુઝાર હવા નો દંભ કરીને વિવિધ સ્થળે તેના પરિચિત લોકો રહે છે તેમજ જાણીતી કંપનીમાં તે નોકરી કરે છે તેવી ખોટી ઓળખ પણ આપી હતી જેથી સગીરા લાલચમાં આવીને યુવક સાથે મિત્રતા કેળવી હતી બાદમાં યુવક સાવલી ખાતે તેના ઘર પાસે આવીને તેને તેની સાથે ફરવા જવા માટેનું જણાવ્યું હતું પ્રથમ તો સગીરાએ શાળા થવાનું હોવાનું જણાવ્યું હતું. પરંતુ યુવકે તેને બ્લેકમેલ કરતા  સગીરા તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ હતી જેથી યુવક તેને કમાટીબાગ ખાતે ફરવા માટે લઈ આવ્યો હતો જ્યાં તેને જાડી જાખરામાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જેની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા પરિવારજનો દ્વારા સૌપ્રથમ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી બાદમાં વાઘોડિયા પોલીસે પણ તપાસ કરી હતી અને આ કે સાબલી ખાતે ની કોર્ટમાં ગયો હતો જ્યાં આજે નામદાર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં આરોપી મોહમ્મદ તોહીદ ઉર્ફે કાસીફ મોહમ્મદ સલીમ રંગરેજ ને 20 વર્ષની સખત કેદની સજા તેમજ 50 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.

ભોગ બનનાર સગીરા અભ્યાસ કરે છે કે કેમ તે તપાસ કરવા માટે કોર્ટે તાકીદ કરી

દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા હોય કે મહિલા સમાજના ડરના કારણે તે પોતાને જ અપરાધી માની લેતી હોય છે ત્યારે સગીરા જે શાળામાં અભ્યાસ કરી રહી હતી તે હવે અભ્યાસ કરે છે કે કેમ તેમજ તેના માતા પિતા કે સમાજના ડરથી તેને અભ્યાસ છોડાવી દીધો કે કેમ તે બાબતે તપાસ કરવા માટે કોર્ટે તાકીદ કરી હતી અને જો તેને અભ્યાસ છોડી દીધો હોય તો તેના વાલીઓને તેમજ અન્ય લોકોને સમજાવીને તેનો અભ્યાસ પુનઃ શરૂ કરવા માટેની તાકીદ કરી હતી

Most Popular

To Top