29 જુલાઈએ યુનિવર્સિટી ખુલ્લી રહેશે,તમામ કામકાજ યથાવત :
28 જુલાઈના બનાવટી સર્ક્યુલર વાયરલ થયા બાદ યુનિવર્સિટીનું સ્પષ્ટીકરણ,કોઈ રજા નહીં :
( પ્રતિનિધિ ) વડોદરા, તા.28
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા, ભારે વરસાદના કારણે 29 જુલાઈએ રજાના બનાવટી સર્ક્યુલરને લઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ સ્પષ્ટતા કરી છે કે કોઈ રજા જાહેર થઈ નથી.બી
એમ.એસ. યુનિવર્સિટી દ્વારા 28 જુલાઈના રોજ જાહેર કરાયેલા સ્પષ્ટીકરણમાં જણાવાયું છે કે તા.28 જુલાઈ 2026ની તારીખ સાથેનો જે સર્ક્યુલર વાયરલ થઈ રહ્યો છે, જેમાં 29 જુલાઈ 2026ના રોજ તમામ શૈક્ષણિક અને સંલગ્ન પ્રવૃત્તિઓ સ્થગિત કરવાની વાત કરવામાં આવી છે, તે સંપૂર્ણપણે બનાવટી અને ખોટો છે. આવો કોઈ સર્ક્યુલર યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવ્યો નથી. યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને અન્ય હિતધારકોને જાણ કરી છે કે 29 જુલાઈ 2026ના રોજ કોઈ રજા નથી. યુનિવર્સિટીના તમામ કેમ્પસ, કોલેજો, ઓફિસો, વિભાગો, પરીક્ષાઓ અને અન્ય પ્રવૃત્તિઓ નિર્ધારિત સમય મુજબ ચાલુ રહેશે. યુનિવર્સિટીના ઓએસડી પ્રો. હિતેષ ડી. રાવિયાએ સૌને અપીલ કરી છે કે આવી કોઈ બનાવટી માહિતીને ફોરવર્ડ ન કરો. માત્ર યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ અને સત્તાવાર ચેનલો દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાતો પર જ વિશ્વાસ રાખો.