Business

એક્સપ્રેસ વે અને રેલ્વે કોરિડોર યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતો જંગી રેલી યોજી આંદોલનના કરશે મંડાણ :

ખેડૂતોને ઓછું વળતર ચુકવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ :

ગામેગામ પ્રચાર કરવા આવનાર તમામ રાજકીય પક્ષોને પ્રવેશબંધીના બોર્ડ મારી અને ચુંટણી બહીષ્કાર કરવાનો નિર્ણય જાહેર કરશે :

( પ્રતિનિધિ ) વડોદરા તા.13

એકતા ગ્રામિણ પ્રજા વિતાર મંચના નેજા હેઠળ વડોદરા જીલ્લાના વડોદરા- મુંબઈ એક્ષપ્રેસ વે, વડોદરા-દિલ્હી એક્ષપ્રેસ વે, રેલ્વે ડેડીકેટડ ફ્રેઈટ કોરીડોર યોજનામાં જમીન ગુમાવનાર કરજણ, પાદરા, વડોદરા અને સાવલી તાલુકાના ખેડૂતો રેલી વડોદરા ડીસ્ટ્રીકટ કોર્ટ પાસેથી રેલી કાઢી નવી કલેકટર કચેરી પહોંચી કલેકટરને આવેદનપત્ર આપશે.

એકતા ગ્રામિણ પ્રજા વિતાર મંચના નેજા હેઠળ વડોદરા જીલ્લાના ખેડૂતોને વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ વે, વડોદરા-દિલ્હી એક્ષપ્રેસ વે અને રેલ્વે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોને આરબીટ્રેટરો દ્વારા સુરત, વલસાડ, નવસારીની સરખામણીમાં ખુબજ ઓછુ વળતર ચુકવી રહયા છે અને રેલ્વે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર યોજનામાં જમીન ગુમાવનાર આ યોજનામાં ભ્રષ્ટ્રાચાર થયો છે કહીને પુરાવાને ધ્યાને રાખ્યા સિવાય એકપણ રૂપિયો વળતર આપ્યા વગર આરબીટ્રેશનના કેસો કાઢી નાંખ્યા છે. જેના વિરોધમાં વડોદરા જીલ્લાના પાદરા, કરજણ, સાવલી, વડોદરા તાલુકાના ખેડૂતો તા.૧૪ માર્ચનારોજ વડોદરા ડીસ્ટ્રીકટ કોર્ટ દિવાળી પુરાથી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપી આંદોલનના મંડાણ કરશે અને ત્યારબાદ ગામેગામ પ્રચાર કરવા આવનાર તમામ રાજકીય પક્ષોને પ્રવેશબંધીના બોર્ડ મારી અને ચુંટણી બહીષ્કાર કરવાનો નિર્ણય જાહેર કરશે.

Most Popular

To Top