સામ સામે વાહન આવે તો તૂટેલા નાળાની સાઈડમાં વાહન ઉતારવા જતા નાળામાં મોટો એક્સિડન્ટ થઈ શકે તેમ છે
સીંગવડ: સિંગવડ થી પીપલોદ જતા પસાયતા ગામે સ્ટેટ હાઇવેના રસ્તા પર નાળુ બનાવવામાં આવ્યું હતું. તે નાળુ વરસાદ પડતા પહેલા જ ધોવાઈ જતા તે નાળા પર એકસીડન્ટ થવાનો ભય છે. નાળાના ઉપરનો કાઠો તૂટી ગયો હોય અને દૂરથી સામ સામે વાહન આવે તો તે વાહન ચાલકને તે તૂટેલા નાળાની સાઈડમાં વાહન ઉતારવા જતા એ નાળામાં મોટો એક્સિડન્ટ થઈ શકે તેમ છે. જ્યારે આ નાળાનો કાઠો તૂટી જવાથી અને તે જગ્યા પર સરકારી તંત્ર દ્વારા કશું મૂકવામાં નહીં આવતા તેના લીધે વાહન ચાલકને તેનું ધ્યાન આવી શકે તેમ નથી. માટે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ નાળાને બનાવવામાં આવે તેવી લોકોની તથા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. જ્યારે જ્યાં સુધી તેને બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેની આજુબાજુ સેફટી માટે કશુંક મૂકવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
