લોકો માત્ર મોદીને જીતાડવા હોય ત્યારે જ બહાર નીકળે છે!

       વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે થયેલાં મતદાનમાં માત્ર 47.84 ટકા મતદારોએ જ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોનેે રસ નથી અથવા તો સ્થાનિક નેતાઓ પર વિશ્વાસ નથી તે આ કંગાળ મતદાનના આંકડા પરથી દેખાઈ આવે છે.

ખરેખર તો સ્થાનિક ચૂંટણીમાં વધારે અને રાષ્ટ્ર કક્ષાની ચૂંટણીમાં ઓછું મતદાન થવું જોઈએ. પરંતુ તેનાથી ઉલટુ છેલ્લી બંને લોકસભાની ચૂંટણીમાંં વડોદરામાં જંગી મતદાન થયું હતું. લોકસભામાં વડોદરાના લોકો મોદીને જીતાડવા માટે જ ઉમટી પડતા હોય તેવંંુ િચત્ર ઉપસ્યું છે.

વડોદરા મહાનગરપાલિકાની છેલ્લી  ત્રણ ચૂંટણીઓમાં ક્યારેય મતદાનની ટકાવારી 50 ટકાની ઉપર ગઈ નથી. તેની સામે  2014 માં નરેન્દ્ર મોદી વડોદરાથી લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે 70.84 ટકા જેટલું  જંગી મતદાન થયું હતું.  તરત આવેલી લોકસભાની પેટા ચૂંટણીમાં મતદાન ઘટીને અડધુ એટલે કે 45.57 ટકા થઈ  ગયું હતું. 2019  માં ફરીથી લોકસભાની ચૂંટણી આવી ત્યારે ફરી એકવાર મોદીને જીતાડવા વડોદરાની પ્રજાએ 68.18 ટકા જેટલું જંગી મતદાન કર્યું.

Related Posts