શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા તરસાલી સુસેન રોડ પરના ડિવાઇડર વચ્ચે વૃક્ષોની છટણીની કામગીરી દરમિયાન કટાયેલો વીજ પોલ ધરાશાયી થતાં રાહદારીને સામાન્ય ઇજા
નજીકમાં ફોનિક્સ સ્કૂલ આવેલી છે જ્યાં પાર્કિંગ અને રમતના મેદાનની જગ્યા ન હોવાથી વાહનો બહાર પાર્ક કરાય છે અને બાળકો જોખમી રીતે રોડ ક્રોસ કરે છે


(પ્રતિનિધિ) વડોદરા તા.05
શનિવારે શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા તરસાલી -સુસેન રોડ થી પોલીસ ચોક ત્રણ રસ્તા પરના ડિવાઇડર વચ્ચે તોતિંગ અને જોખમી વૃક્ષોની છટણી ( ટ્રિમીગ) કામગીરી દરમિયાન એક કાટ લાગેલો જોખમી વીજ પોલ ધરાશાયી થતાં એક વાહનદારીને ઇજા પહોંચી હતી જો કે હેલ્મેટ ના કારણે તેનો જીવ બચી ગયો હતો પાલિકામાં જાણ કર્યા વિના જગદીશ ફરસાણ દ્વારા સુરક્ષાના સાધનો વિના કામગીરી કરાતાં ત્રણ વીજ પોલ નમી પડ્યા હતા સાથે જ ટ્રીમીગ કરેલ કચરો ન ઉઠાવતા સમગ્ર મામલે મ્યુનિસિપલ કાઉન્સિલર શૈલેષભાઇ પાટીલ દ્વારા જગદીશ ફરસાણના જવાબદારને નોટિસ ફટકારી છે.


શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા તરસાલી સુસન વિસ્તારમાં શ્રેયસ સ્કૂલથી જીજી માતાના મંદિર વચ્ચે રોડ પર ના ડિવાઇડરના વૃક્ષોની જાળવણીની જવાબદારી જગદીશ ફરસાણને આપવામાં આવેલ હોય શનિવારે તરસાલી સુશેન રોડ થી ત્રણ રસ્તા પોલીસ ચોકી વચ્ચે વૃક્ષોની છટણી ની કામગીરી કરવામાં આવી રહી હતી જેમાં સુરક્ષાના સાધનો વિના, પાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના તથા રોડ પર ટ્રાફિક સુરક્ષા વિના આ કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન વિજપોલ પરથી પસાર થતા ગેરકાયદેસર કેબલો ખેંચાઈ જતાં ત્રણ વીજપોલ નમી ગયા હતા જ્યારે એક કાટ લાગેલ વીજપોલ એક વાહનચાલક પર પડતાં તેને ઇજા પહોંચી હતી જો કે તેણે હેલ્મેટ પહેર્યું હોય બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત ને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાજુમાં જ ફિનિક્સ સ્કુલ તથા એક્ઝિલીયમ સ્કુલ આવેલી છે. આ ફિનિક્સ સ્કૂલમાં એક હજાર થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળા પાસે પોતાનું પાર્કિંગ કે રમતનું મેદાન નથી જેથી સ્કૂલના વાહનો પણ રોડ પર પાર્ક કરવામાં આવે છે અને વિધ્યાર્થીઓ પણ જોખમી રીતે રોડ ક્રોસ કરી અભ્યાસ કરે છે.અહી આ કામગીરી દરમિયાન જગદીશ ફરસાણ દ્વારા કોઇ જ સુરક્ષા વિના કામગીરી કરી છટણી કરેલા વૃક્ષોનો કચરો રોડ પર જ મૂકી દેવાતા સમગ્ર મામલે મ્યુનિસિપલ કાઉન્સિલર શૈલેષભાઇ પાટીલ સ્થળ પર દોડી આવ્યા હતા અને ફિનિક્સ સ્કૂલને તેમણે પત્ર લખ્યો છે જ્યારે જગદીશ ફરસાણના જવાબદારને નોટિસ ફટકારી હતી.

